Accident on Porbandar-Dwarka highway: પોરબંદર-દ્વારકા હાઇવે પર અકસ્માતનો બનાવ બન્યો હતો. કર્ણાટકની બસ સોમનાથથી દ્વારકા જઇ રહી હતી એ સમયે ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં બે મુસાફરોના મોત નીપજ્યાં હતા. જ્યારે સાત જેટલા મુસાફરોને ઇજા (Accident on Porbandar-Dwarka highway) પહોંચતા સારવાર અર્થે ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હાઇવે મુસાફરોની ચીસોથી ગુંજી ઉઠ્યો
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, કર્ણાટકની એક બસ સોમનાથથી દ્વારકા તરફ જઇ રહી હતી. જે દરમિયાન પોરબંદર-દ્વારકા હાઇવે પર એક બંધ ટ્રક પાછળ બસ ઘૂસી ગઇ હતી. અકસ્માતમાં બસને ઘણું નુકસાન પહોંચ્યું હતું. અકસ્માતનો આ બનાવ ગત મોડી રાત્રે બન્યો હતો. મુસાફરોની ચીસો સાંભળીને આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ બનાવ સ્થળે પહોંચ્યા હતા. બનાવ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.
ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવવામાં આવ્યા
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે યાત્રાળુઓની બસ સોમનાથથી દ્વારકા તરફ જઈ રહી હતી. કુછડી ગામ નજીક ગોલાઈ પાસે રસ્તા પર બંધ પડેલા ટ્રક સાથે બસ અથડાઈ હતી. જે બાદ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવસિંહજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App