નાગપુર એક્સપ્રેસ વે પર સર્જાયો ભયંકર અકસ્માત, ગુરુદ્વારામાં દર્શન માટે જઈ રહેલા 4 શ્રધાળુઓના મોત

Maharashtra Accident: મહારાષ્ટ્રના યવતમાલમાં એક ભયાનક અકસ્માતમાં સર્જાયો હતો. જેમાં ચાર લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લા નજીક નાગપુર-તુલજાપુર નેશનલ હાઈવે પર ચાપરડા ગામ પાસે ટ્રક અને ઈનોવા કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત(Maharashtra Accident) થયા હતા અને 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં કેટલાક પંજાબના રહેવાસી હતા અને નાંદેડ સ્થિત ગુરુદ્વારામાં દર્શન કરવા જઈ રહ્યા હતા.

ચાપરડા ગામ પાસે કાર ચાલકે કાબુ ગુમાવતા કાર સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ કચડાઈ ગયો હતો. કારમાં એરબેગ્સ ન હતી. જેના કારણે અંદર બેઠેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે પર પણ મોટો અકસ્માત થયો 

28 જૂનના રોજ, મહારાષ્ટ્રના જાલનામાં મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે પર બે કાર અથડાતાં સાત લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વેને સમૃદ્ધિ એક્સપ્રેસ વે તરીકે પણ ઓળખવામાં આવે છે. શુક્રવારે મોડી રાત્રે કડવાંચી ગામ પાસે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ મુંબઈના મલાડ (પૂર્વ) અને બુલઢાણા જિલ્લાના રહેવાસી હતા.

આ અકસ્માત રાત્રે 11 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે એક સ્વિફ્ટ ડિઝાયર કાર રિફ્યુઅલ ભર્યા બાદ રોંગ સાઈડથી હાઈવે પર ઘૂસી ગઈ હતી અને નાગપુરથી મુંબઈ જઈ રહેલી અર્ટિગા સાથે અથડાઈ હતી. બંને કાર વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે એર્ટીગા હવામાં ઉછળીને હાઈવે પરના બેરિકેડ પર પડી હતી. જ્યારે મુસાફરો કારમાંથી બહાર રોડ પર પડ્યા હતા. બીજી કારને પણ નુકસાન થયું હતું. કારમાં સવાર 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હાઈવે પર લોહીથી લથબથ લાશો પડેલી જોવા મળી હતી.