તરબૂચ ભરેલા પીકઅપ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની અને બાળકનું મોત- ‘ઓમ શાંતિ’

રાજસ્થાન(Rajasthan)ના બિકાનેર(Bikaner) જિલ્લાના શ્રીડુંગરગઢ(Shridungargarh) પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત(Accident) સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલ પીકઅપ વાને કારને જોરદાર ટક્કર મારી હતી. પોલીસ સ્ટેશન વિસ્તારના કિતાસર(Kitasar) ગામ પાસે એક ભયાનક અકસ્માતમાં પતિ-પત્ની અને એક વર્ષના પુત્રનું મોત થયું હતું.

જયપુરના વિદ્યાધરનગરમાં રહેતા ગજેન્દ્રસિંહ ચૌહાણ (35) પોતાની વેગેનાર કારમાં બિકાનેરથી જયપુર આવી રહ્યા હતા. કારમાં તેની સાથે તેની પત્ની અને એક વર્ષનો પુત્ર પણ હતો. ત્યારે શ્રીડુંગરગઢ પાસે તરબૂચ ભરેલી પીકઅપ કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં કારનો આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં પતિ-પત્ની સહિત એક વર્ષના માસૂમનું મોત થયું હતું.

માહિતી મળતાં જ આપનો ગાંવ સેવા સમિતિના કાર્યકર્તાઓ પણ એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાસ્થળે પડેલા મૃતદેહને હોસ્પિટલ લઈ ગયા. મૃતકોની ઓળખ જયપુરના વિદ્યાધર નગરના રહેવાસી ગજેન્દ્ર સિંહ ચૌહાણ, તેમની પત્ની શુચી ચૌહાણ અને તેમના એક બાળક તરીકે થઈ છે.

અકસ્માતમાં સતત વધારો થઇ રહ્યો છે:
આ વિસ્તારમાં વાહનોની વધુ સ્પીડના કારણે રોજેરોજ અકસ્માતના બનાવો બની રહ્યા છે પરંતુ વહીવટી તંત્ર અને પોલીસ ધ્યાન આપતી નથી જેના કારણે રોજેરોજ લોકો જીવ ગુમાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *