અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી: સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે પડશે સાંબેલાધાર વરસાદ

Ambalal Patel Forecast in Gujarat: વરસાદને લઈ હવામાન શાસ્ત્રી વધુ એક આગાહી કરી છે કે, આવનારા 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદ(Ambalal Patel Forecast in Gujarat) રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ભરૂચ, વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ રહેશે.

18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે
હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ આગાહી અનુસાર,ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર,અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ રહેશે તો તારીખ 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ વરસાદની શક્યતા યથાવત છે. અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ રહેશે.

કચ્છમાં 180 ટકા વધુ વરસાદ ખાબક્યો
તેમને વધુમાં જણાવ્યું છે કે , રાજ્યમાં સિઝનનો હાલ સુધી 60 ટકા ઉપર વરસાદ નોંધાયો જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 180 ટકા વધુ વરસાદ ખાબક્યો છે. 3 દિવસ બાદ ફિશરમેન વોર્નિંગ આપવામાં આવશે. દક્ષિણ યુપી તરફ સર્કક્યુલેશનના કારણે વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં સિઝનનો હાલ સુધી 60 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ગુજરાત રાજ્યમાં હાલ સુધી 41 ટકા વધુ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 180 ટકા વધુ વરસાદ પડ્યો છે. ત્રણ દિવસ પછી માછીમારોને પણ વોર્નિંગ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *