ગુજરાતમાં અવાર-નવાર દારૂ-અફીણ વગેરેનું વેચાણ થતું હોવાનું સામે આવતું રહે છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. વરાછા વિસ્તારમાં અફીણ જેવા નશીલા પદાર્થનું વેચાણ કરતાં આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે રાજસ્થાન જઈને બાતમીના આધારે આરોપીને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસને બાતમી મળી હતી કે, આરોપી દાઉલાલ મિશ્રીમલ ઘાંચી નામનો આરોપી પોતાના ગામ ખાતે જતો રહ્યો છે. જેથી તપાસ કરતાં આરોપી તેના ઘરેથી મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરતા તેણે ચોરી છૂપીથી અફીણ વેચતો હોય અને તેણે અફીણ ધીરજકુમાર દયાશંક ઓઝા રહે. 306 શિવમ કોમ્પલેક્સ એ.કે.રોડ વરાછા ખાતે 94 ગ્રામ અફીણ આપ્યું હતું.
ધીરજકુમાર ઓઝાએ અફિણ લઈ સહારા દરવાજા ન્યૂ બોમ્બે માર્કેટ સર્કલ ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો હતો. જેથી પોલીસે તેની પુચપરછ કરતા દાઉલાલ ઘાંચીએ તેને અફીણ આપ્યાનું કહ્યું હતું. જેથી પોલીસે દાઉલાલને વોન્ટેડ જાહેર કર્યો હતો. જેના આધારે પોલીસે કાર્યવાહી કરીને દાઉલાલને બાતમીના આધારે ઝડપી લઈ સુરત ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle