એકટીવા ચાલકે વૃદ્ધને ટક્કર મારી રોડ પર 1 કિલોમીટર સુધી ઢસડ્યો, જુઓ ક્રૂરતાનો LIVE વિડીયો

Banglore Viral Video: સોશિયલ મીડિયા પર તમે ઘણા લોકોને એકબીજા સાથે લડતા ઝઘડતા જોયા હશે. પરંતુ ઘણા વિડિયો એવા હોય છે જે આપણને પણ ગુસ્સો અપાવી દે છે, સાથે જ એને જોઈને આપણી આત્મા કંપી ઊઠે છે. એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા (Banglore Viral Video) પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ એક વૃદ્ધ વ્યક્તિને પોતાના સ્કૂટર પાછળ બાંધીને ઢસડતો દેખાઈ રહ્યો છે, તેણે ક્રુરતાની તમામ હદો વટાવી દીધી છે. હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વ્યક્તિને સ્કૂટર પાછળ બાંધી એક કિલોમીટર સુધી ઢસડીઓ
વીડિયોમાં તમે જોશો કે કઈ રીતે એક સ્કુટર ચાલકે વૃદ્ધ વ્યક્તિને પોતાની ગાડી પાછળ બાંધીને નિર્દય રીતે ફુલ સ્પીડમાં ઢસડતા દેખાઈ રહ્યો છે. આ વ્યક્તિએ ક્રુરતાની હદ વટાવી દીધી. તેણે રસ્તા પર રહેલા ડિવાઇડર કે ખાડાઓ પણ જોયા ન હતા.

ફુલ સ્પીડે સ્કૂટર દોડાવતા વ્યક્તિએ આધેડ ઉંમરના એક કાકાને ફુલ સ્પીડમાં ઢસડયા હતા. રસ્તો જતા લોકોએ તેને પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા. ત્યારબાદ જેવી આ વ્યક્તિની નજર કેમેરા પર પડી તેને ગાડી ઉભી રાખી દીધી હતી.

એકસીડન્ટ થવાને લીધે તેને ભર્યું આ પગલું?
રસ્તે જતા લોકોએ વિડીયો બનાવતા વ્યક્તિને ઉભા રહેવા માટે કહ્યું, જેવું આ વ્યક્તિએ સ્કુટર રોક્યું તે ક્ષણે જ પાછળ રહેલ વ્યક્તિ રસ્તા પરથી ઉભો થઈ ગયો હતો. વીડિયોમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે સ્કૂટરનો આગળનો ભાગ તુટેલો હતો જેનાથી અંદાજો લગાવી શકાય છે કે આ આધેડ વ્યક્તિએ તેના સ્કૂટર સાથે અકસ્માત કર્યો હશે. તેના નુકસાનથી ગુસ્સે ભરાયેલા આ વ્યક્તિએ આ પગલું ભર્યું હશે.