પોલીસના વહીવટદાર હિતેન્દ્રની નિગરાનીમાં ચાલતા કૂટણખાનામાં પોલીસ રેડ પડતા પકડાઈ 4 રૂપસુંદરીઓ, જાણો કેટલા ભાવ લેવાતા હતા

સુરત(Surat): શહેરના અડાજણ(Adajan) વિસ્તારમાં આવેલ સ્ટાર બજાર(Star market)ની બાજુમાં એકવા કોરીડોર કોમ્પલેક્ષ(Ekwa Corridor Complex)માં પહેલા માળે દુકાનમાં સ્પા(Spa)ની આડમાં ધમધમી રહેલા કુટણખાના પર મીસીંગ સેલએ ગુરુવાર એટલે કે ગઈકાલના રોજ રેડ કરી હતી. આ દરમિયાન ત્યાંથી 4 મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી અને ત્યારબાદ સ્પાની મહિલા માલિક સહિત બે લોકોની ધરપકડ કરી છે. અન્ય અંકલેશ્વરની ભાગીદાર મહિલા સલમા શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. પોલીસના સકંજાથી બચવા માટે સ્પાના સંચાલકે કોમ્પલેક્ષમાં બન્ને છેડા પર સીસીટીવી કેમેરા લગાડયા હતા જેથી તે પોલીસ પર નજર રાખી શકે.

સ્પામાં આવી રહેલા ગ્રાહકોની સાથે સંચાલક કોડવર્ડમાં ફુલ સર્વિસ કહી વાતચિત કરતા હતા. સ્પામાં એન્ટ્રી વખતે 1 હજાર રૂપિયા અને અંદર વૈશ્યાવૃતિ કરતી યુવતીને 1 હજાર રૂપિયા એમ 2 હજાર રૂપિયામાં સ્પામાં વૈશ્યાવૃતિનો વેપલો બિન્દાસ ચાલતો હતો. ક્રાઇમબ્રાંચની મીસીંગ સેલએ ગુરુવારના રોજ બપોરે સ્પામાં રેડ પાડી માલિક હિનલ વિજય પરમાર (રહે.નંદ પેલેસ, કતારગામ) અને સંચાલક નારાયણસીંગ રાજેશ શ્રીનાથ પાલ(રહે.મુલ્લાજી સર્કલ પાસે, પારડી, સચીન, મૂળ રહે.અલ્હાબાદ)ની ધરપકડ કરીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જયારે સ્પામાં દેહવ્યાપારનો ધંધો કરી રહેલી 4 મહિલાને પોલીસ દ્વારા મુક્ત કરાવવામાં આવી હતી. ચાર પૈકી એક મુંબઈ અને એક બંગાળની હોવાનું સામે આવ્યું છે. હિનલ સાથે ભાગીદારીમાં સ્પા ચલાવતી સલમા શેખ(રહે,અંકલેશ્વર)ને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. બંને મહિલા ભાડેથી સ્પા ચલાવતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *