અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટે અદાણી ગ્રૂપને સોથી મોટો ઝટકો આપ્યો હતો. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી જૂથ પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. જેવા કે અદાણી ગ્રૂપએ એકાઉન્ટ્સમાં હેરાફેરી, કંપનીમાં ગરબડ, શેરની ઓછી કિંમત જેવા ઘણા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. આ અહેવાલ પછી અદાણી જૂથની કંપનીઓના શેર સતત ઘટી રહ્યા હતા.
ગૌતમ અદાણીની સંપત્તિમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 2023ની શરૂઆતના દિવસોમા તેમની સંપત્તિ 130 અબજ ડોલરથી પણ વધુ હતી,પરંતુ આ રિપોર્ટના કારણે તેમને સોથી મોટો આંચકો લાગ્યો હતો. તેમની સંપત્તિ 10 દિવસમાં ઘટીને 58 અબજ ડોલર જેટલી થઈ ગઈ હતી. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદીમાં અદાણી બીજા નંબર પરથી 22માં નંબરે પોહચી ગયા હતા,પરંતુ અદાણીએ કમબેક કર્યું છે. બુધવારે ફોર્બ્સની વિનર યાદીમાં ટોચ પર જોવા મળી રહ્યા છે.
ફોર્બ્સની બુધવારની યાદીમાં ગૌતમ અદાણી ટોપ પર હતા,જે તેમની સંપત્તિના આધારે વિશ્વના ધનિકોની રેન્કિંગ કરતી વેબસાઇટ છે. ગઈકાલે બુધવારે,8 ફેબ્રુઆરીના રોજ ગૌતમ અદાણીએ વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરી. તેમના ખાતામાં એક જ દિવસમાં સૌથી વધુ સંપત્તિ આવી. બુધવારે ગૌતમ અદાણીએ 24 કલાકમાં 4.3 અબજ ડોલરની કમાણી કરી હતી. તેમની કુલ સંપત્તિમાં 4.3 અબજ ડોલરનો વધારો થયો છે અને તેમની કુલ નેટવર્થ 64.9 અબજ ડોલર સુધી પહોંચી છે. અદાણી ઉપરાંત વિનરની યાદીમાં એલન મસ્ક બીજા કનંબરે હતા. જ્યારે ક્લાઉસ-માઈકલ કુહેન ત્રીજા નંબરે જોવા મળી રહ્યા હતા.
ગઈકાલે તેમની સંપત્તિમાં 1.9 અબજ ડોલરનો વધારો થયો છે. આ જ નંબરે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ચોથા નંબર પર હતા. તેમની સંપત્તિમાં એક દિવસમાં 1.6 અબજ ડોલરનો વધારો થયો છે. ફોર્બ્સની આ યાદી અનુસાર લેરી પેજે ગઈ કાલે સૌથી વધુ સંપત્તિ ગુમાવી હતી. તેઓએ ગઈકાલે એક જ ઝાટકામાં 6.4 અબજ ડોલર ગુમાવી દીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.