અદાણી ફાઉન્ડેશને યોજ્યો ઉમરપાડાની આદિવાસી મહિલાઓ માટે પ્રેરણા પ્રવાસ

Published on Trishul News at 5:20 PM, Mon, 30 October 2023

Last modified on October 30th, 2023 at 5:20 PM

અદાણી ફાઉન્ડેશન(Adani Foundation) આદિવાસી મહિલાઓ પગભર બની આવક મેળવે એ ઉદ્દેશ સાથે ઉમરપાડા તાલુકામાં વિવિધ પ્રવૃતિઓ કરે છે. આજ ક્રમમાં અંતરિયાળ ગ્રામીણ વિસ્તારની બહેનો અન્ય વિસ્તાર અને સંસ્થા દ્વારા ચાલતી સફળ પ્રવૃતિઓને જુએ, સમજે અને પ્રેરણા મેળવે એ આશય સાથે ઉમરપાડા તાલુકાના ઘાણાવડ, ચોખવાડા , પાંચ આંબા, ઉમરગોટ , કેવડી અને સાદરાપાની ગામોના 21 જેટલા સખીમંડળો ના કુલ ૧૫૫ બહેનોને બાયફ ઇન્સ્ટિટ્યૂટ ફોર સસ્ટેનેબલ લાઈવલીહુડ એન્ડ ડેવલોપમેન્ટ દ્વારા ડાંગ જીલ્લામાં ચાલતી પ્રવૃતિની માહિતી મેળવા માટે કુલ ત્રણ પ્રેરણા પ્રવાસનું આયોજન કર્યું હતું. ઉમરપાડા વિસ્તારના કોટવાળિયા કે જેમનું ગુજરાન વાંસમાથી વિવિધ વસ્તુઓ બનાવી અને વેચીને ચલાવે છે એવી બહેનો પણ પ્રવાસમાં સામેલ હતી. કોટવાળિયા પરિવારની આ વાંસકલા નિષ્ણાંત બહેનોએ ડાંગની બહેનો સાથે સંવાદ સાધીને એમની કળા અને વેપાર વિશે વિગતો મેળવી હતી.

અદાણી ફાઉન્ડેશન(Adani Foundation) દ્વારા યોજાયેલા આ પ્રવાસમાં ઉમરપાડા મિશન મંગલમના સખીમંડળની બહેનોએ બાયફ સંસ્થા દ્વારા ચાલતી મહિલા સશક્તિકરણની કામગીરીની જાતમુલાકાત લઈ વિગત મેળવી હતી. વાંસમાથી બનાવાતી વિવિધ વસ્તુઓ, ડાંગના વઘઈમાં આવેલા AGC બામ્બુ હૅન્ડ ક્રાફટ કે જે ૧૫ બહેનો અને ભાઈઓનું જુથ છે તેઓ વિવિધ નવી ડિઝાઇનની કલાકૃતિ વાંસમાથી બનાવે છે. અંબિકા સખી મંડળના બહેનો દ્વારા બનાવમાં આવતી જૈવિક હળદર, રસોઈ મા વપરાતા વિવિધ મસાલા, સાબુ, વિવિધ અથાણાં, નાગલી પાપડ બનાવાની ફેક્ટરી અને વેચાણ યુનિટ, બહેનો દ્વારા ચાલતી નાહરી હોટલ અને કાજુ ફેક્ટરી ની મુલાકાત લઈ સમગ્ર પ્રોજેકટને સમજ્યો હતો.

ડાંગ જિલ્લાની મુલાકાત દરમિયાન ઉમરપાડાની બહેનોએ તમામ પ્રવૃતિ એમના વિસ્તારમાં કઈ રીતે થઈ શકે, આવક કેટલી થાય, સંચાલનની પધ્ધતિ જેવી તમામ માહિતી મેળવી હતી. પોતાની આવક વધારવા માટે તત્પર આ આદિવાસી બહેનો પણ ઘરઆંગણે વિવિધ પ્રવૃતિ કરતી થઈ છે. ઉપરપાડા તાલુકાના ઘાણાવડ ગામની બહેનો અદાણી ફોઉન્ડેશન સાથે જોડાઈને તાલીમ મેળવી હવે અથાણાં પાપડ અને ગરમ મસાલા બનાવીને આવક મેળવવાની શરૂ કરી છે. ડાંગ જિલ્લાની મુલાકાતથી આ ગ્રામીણ બહેનો ઉત્સાહિત હતી. કેટલીક બહનો તો જીવનમાં પ્રથમ વખત પોતાના વિસ્તારથી બીજા વિસ્તારમાં ગઈ હતી.

Be the first to comment on "અદાણી ફાઉન્ડેશને યોજ્યો ઉમરપાડાની આદિવાસી મહિલાઓ માટે પ્રેરણા પ્રવાસ"

Leave a comment

Your email address will not be published.


*