અગાઉથી વધુ તાકાત સાથે અદાણી પોર્ટફોલિયોનો ઉત્તરોત્તર વિક્રમી પ્રદર્શનનો સિલસિલો જારી

Adani Portfolio: પારદર્શિતાના સર્વોચ્ચ ધોરણોને જાળવી રાખવાની અદાણી પોર્ટફોલિયોની પ્રતિબદ્ધતાને અનુરૂપ કંપનીઓએ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાનના કામકાજ માટે અદાણી પોર્ટફોલિયોના ક્રેડિટ અને પરિણામોનો સારાંશ સહર્ષ બહાર પાડ્યો જે પોર્ટફોલિયોના નાણાકીય પ્રદર્શનમાં ઊંડી આંતરદૃષ્ટિ પુુરી પાડવા સાથે હિતધારકો અને જનતા સમક્ષ સ્પષ્ટ(Adani Portfolio) અને વિગતવાર માહિતી પ્રસ્તુત કરવા માટેના કંપનીઓના સમર્પણ અને ઉત્તરદાયિત્વને મજબૂત બનાવે છે.

− અદાણી પોર્ટફોલિયોનો EBITDA વાર્ષિક ધોરણે વિક્રમી 45% વધીને રુ.82,917 કરોડ ( અંદાજે USD 10 બિલિયન)
− કોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર”વ્યવસાયો મારફત 84% EBITDA જે અતિ અનુમાનિત રોકડ પ્રવાહનું સર્જન પુરું પાડે છે.
− વાર્ષિક ધોરણે કામકાજ (FFO) થી ભંડોળના પ્રવાહનો રોકડ નફો 51% વધીને રુ. 56,828 કરોડ (અંદાજે USD 7 બિલિયન) હતો.

− ત્રણ દાયકામાં નિર્માણ થયેલો અસ્ક્યામતોનો મજબૂત આધારસ્તંભ હવે રુ. 478,137 કરોડ (અંદાજે USD 57 બિલિયન) છે, જે 16% વધુ છે. આ અસ્કયામતો 350 મિલિયનથી વધુ વપરાશકારોના પ્રચંડ ગ્રાહક આધારને સેવા આપે છે
− નાણા વર્ષ-23 માં 55%ની સામે કુલ અસ્કયામતો પર લગાવવામાં આવેલી ઇક્વિટી અત્યાર સુધીની સૌથી વધુ 62% છે
− વાર્ષિક ધોરણે 48.5% અર્થાત રુ 59,791 કરોડ (અંદાજે USD 7 બિલિયન)ની રોકડ અનામત અત્યાર સુધીના સર્વોચ્ચ શિખરે છે
− નાણાકીય વર્ષ-23ના અંતે લીવરેજ (EBITDA ને ચોખ્ખું દેવું) 3.3x થી ઘટીને 2.2x થયું છે જે બહુવિધ-વર્ષોના નગણ્ય સ્તરે છે

​નાણા વર્ષ-24 અને પાછલાં અડધા દસકાનું પ્રદર્શન અદાણી પોર્ટફોલિયોની સંગીનતા, સ્થિરતા તેમજ તેના વ્યવસાયોની મજબૂતી દર્શાવે છે, જે તમામ બાહ્ય અસ્થિરતા અને વિકટ સંજોગો હોવા છતાં ઉત્તરોતર વર્ષો દરમિયાન મજબૂતીની નવી ઉંચાઇ સર કરવા સાથે સાતત્યપૂર્ણ વૃદ્ધિ હાંસલ કરવા તરફના પ્રયાણ તરફ આગળ વધી રહી છે.

વળતરને મહત્તમ માર્ગે લઇ જઇ અને જોખમો ઘટાડતી કંપનીઓની મૂડી ફાળવણીની શ્રેષ્ઠ વ્યૂહરચના ઉપર પણ પ્રકાશ પાડે છે. અદાણી પોર્ટફોલિયોએ અત્યાર સુધીના સૌથી મજબૂત નાણાકીય પરિણામો નોંધાવ્યા છે.

નાણા વર્ષ-24 માં સ્થિતિસ્થાપકતા, શક્તિ અને સ્થિરતાની સાબિતીરુપ અદાણી પોર્ટફોલિયોની કંપનીઓના કામકાજનો દેખાવ તેના શ્રેષ્ઠ સ્તરે પહોંચ્યો હતો અને EBITDAમાં 45% ની વિક્રમી વૃદ્ધિ નોંધાવી છે. વધતા રોકડ પ્રવાહ અને ઉન્નત ક્રેડિટ પ્રોફાઇલ્સ સાથે, અદાણી પોર્ટફોલિયો વૃદ્ધિને વેગ આપવા માટે ‘અત્યાર સુધીની સૌથી વધુ મજબૂત’ સ્થિતિમાં છે.

અદાણી ગ્રુપ, યુએસ શોર્ટ સેલર હિંડનબર્ગના અહેવાલને કારણે તેની લિસ્ટેડ કંપનીઓને થયેલા નુકસાનમાંથી પુનઃપ્રાપ્ત કરી રહ્યું છે, તેણે 2023-24માં દેવું નિયંત્રિત કરવા, ગીરવે મૂકેલા શેર ઘટાડવા અને મુખ્ય ક્ષેત્રોમાં વ્યવસાયને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું.