દેશભરમાં BAPSના હજારો બાળમુકતોએ ‘વ્યસનમુક્તિ અભિયાન’ અંતર્ગત લાખો લોકોને કરાવ્યા વ્યસન મુક્ત

હાલમાં વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. દિલ્હી અને ગાંધીનગર સ્થિત બી.એ.પી.એસ સ્વામીનારાયણ અક્ષરધામના રચયિતા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું જીવનસૂત્ર હતું – ‘બીજાના ભાલમાં આપનું ભલું છે, બીજાના સુખમાં આપનું સુખ છે’. આ જ જીવન ભાવના સાથે તેઓએ પોતાના જીવનકાળ દરમિયાન 40 લખતી વધુ લોકોને વ્યાસન મુક્ત કર્યા હતા.

તેમની પ્રેરણાથી બી.એ.પી.એસ સંસ્થા દ્વારા દેશ-વિદેશમાં 15 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન થયું છે. વીજળી અને પાણીની બચત માટે તેઓએ પોતાના જીવન દ્વારા અનેક પ્રેરણાઓ આપી છે. આવા વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ અને ભારતની આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે બી.એ.પી.એસ સ્વામીનારાયણ સંસ્થાની બાળ-બાલિકા પ્રવૃત્તિ દ્વારા  “વ્યસનમુક્તિ અભિયાન” અને “પ્રકૃતિ સંવર્ધન અભિયાન”નું  આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી બી.એ.પી.એસ સંસ્થાના 16000 બાળકોના 4200 વૃંદ ઉનાળુ વેકેશનમાં વ્યસનમુક્તિ અભિયાનમાં જોડાયા હતા. ઘર, દુકાન, ઓફીસ, ફેક્ટરી, બસ સ્ટેશન, જાહેર સ્થળો વગેરે જગ્યાએ ફરીને આ બાળકોએ 14 લાખ જેટલા લોકોના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો.

દેશભરમાં યોજાયેલા આ અભિયાનમાં બાળકોએ વ્યસનથી થતા નુકશાનની વિગતવાર સમજુતી લોકોને આપી હતી. તારીખ 8 મે થી 22 મે દરમિયાન યોજાયેલા આ અભિયાનમાં બાળકોએ કરેલા વિનમ્ર પ્રયાસના પરિણામે દેશભરના 4 લાખ વ્યક્તિઓએ આજીવન રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉપરાંત, 10 લાખ જેટલા લોકોએ અન્યને વ્યસનમુક્ત કરવાનો સંકલ્પ કર્યો હતો.

વ્યસનમુક્તિ અભિયાનની સમાંતર બી.એ.પી.એસ સંસ્થાની 14,000 બાલિકાઓના 33,000 વૃંદ દ્વારા સમગ્ર દેશમાં ‘પ્રકૃતિ સંવર્ધન અભિયાન’ યોજાયું. દેશભરમાં યોજાયેલ આ અભિયાનમાં બાલિકાઓએ ઘરે-ઘરે જઈને 12 લાખ જેટલા લોકોને મુખ્ય ત્રણ સંદેશ આપ્યા.

૧) પાણી બચાવો ૨) વીજળી બચાવો 3) વૃક્ષો વાવો. આ ત્રણેય સંદેશ માટે લોકો કેવા કેવા પગલાઓ ભરી શકે તે માટે બાલિકાઓ સૌને માર્ગદર્શન અને પ્રેરણાઓ આપી હતી. સતત 15 દિવસ ચાલેલા આ બહિયાનના પરિણામે 10 લાખ લોકો પાણી-વીજળી બચાવ માટે અને 6 લક લોકો વાવેતર અને જતન માટે કટી બદ્ધ થયા હતા. આ સાથે અન્યને પણ પ્રકૃતિ સંવર્ધનની પ્રેરણા આપવા માટેનો સૌએ સંકલ્પ કર્યોપ હતો.

ગુજરાત, મહારાષ્ટ્ર, રાજ્સ્થામ દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્નાટક વગેરે રાજ્યોમાં યોજાયેલા આ અભિયાન બાદ તારીખ 31 મે 2022ના રોજ “વિશ્વ તમાકુ નિષેધ દિવસ” ઉપક્રમે સમગ્ર ભારતના વિવિધ શહેરો અને ગામડાઓમાં 100 જેટલી વિરાટ વ્યસનમુક્તિ રેલીનું આયોજન થયું હતું.

પ્રેરણાત્મક પ્રદર્શન, રચનાત્મક ફલોટસ, બાળ-બાલિકાઓ દ્વારા થતા સુત્રોચ્ચાર દ્વારા વ્યસનમુક્તિ માટે સમાજ જાગૃતિનું વિરાટ કાર્ય થયું હતું. વ્યસનમુક્તિ સમાજના નિર્માણ માટે સમગ્ર દેશમાં 50,000 જેટલા બાળકો-બાલિકાઓ આ રેલીમાં ભાગ લીધો હતો.

આ રીતે આ બાળ-બાલિકાઓએ કુલ 26 લાખ જેટલા લોકોનો સંપર્ક કરીને “પ્રકૃતિ સંવર્ધન અભયાન” અને “વ્યસનમુક્તિ અભિયાન” દ્વારા સમાજ ઉત્કર્ષનું ભગીરથ કાર્ય કર્યું હતું. આ અભિયાનના પરિણામે સમાજને તો લાભ થશે જ, પરંતુ એ સાથે અભિયાનમાં જોડાયેલા બાળ-બાલિકાઓને આજીવન વ્યસનમુક્ત રહેવાના અને વીજળી, પાણી અને વૃક્ષોનું સંવર્ધન કરવાના પાઠ શીખવા મળ્યા હતા.

સેલ્ફ કોન્ફિડેન્સ, કોમ્યુનીકેશન, લીડરશીપ, ટીમવર્ક વગેરે જેવી સુષુપ્ત શક્તિઓ આ બાળ-બાલીકાઓમાં અભિયાનના પરિણામે ખીલી હતી. ગુરુને રાજી કરવાના ઉચ્ચતમ આદર્શોના બીજ આ બાળ-બાલિકાઓના અંતરમાં રોપાયા. સમગ્ર ભારતના વિવિધ શહેરોમાં યોજાયેલ આ અભિયાન સુરતમાં પણ યોજાયા હતા.

જેમાં 1748 બાળકો અને 1200 બાલિકાઓએ કુલ ૩,64,106 વ્યક્તિઓનો સંપર્ક કર્યો હતો. બી.એ.પી.એસ ના બાળ-બાલિકાઓ આ અભિયાનમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સમાજ ઉત્કર્ષ માટે કરેલા લાર્યોના પગલે પગલે ચાલ્યા છે. ભારત દેશના ભવિષ્યના આ ઘડવૈયાઓએ આઝાદીના અમૃત વર્ષ દેશના ઉજ્જવળ ભાવીશ્ય્માંતે કરેલું સમાજ ઉત્કર્ષનું આ વિરાટ કાર્ય પ્રશંસનીય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *