હે રામ..! હનુમાન અને રાવણને તો કઈ નથી આવડતું… – ‘આદિપુરુષ’ જોઈને પીડિતોએ વર્ણવી આપવીતી

adipurush film review: ભગવાન રામના જીવન પર બનેલી ફિલ્મ ત્રણ કલાકની આ ફિલ્મમાં ભગવાન રામના વનવાસથી લઈને રાવણના વધ સુધીની વાર્તા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો…

adipurush film review: ભગવાન રામના જીવન પર બનેલી ફિલ્મ ત્રણ કલાકની આ ફિલ્મમાં ભગવાન રામના વનવાસથી લઈને રાવણના વધ સુધીની વાર્તા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં 3D અને VFXના નામે લોકોને કંઈ પણ પીરસવામાં આવ્યું છે. ફિલ્મ જોઈને લાગે છે કે પૈસા, સમય અને લાગણીઓ બધું વેડફાયું હોય.

ફિલ્મમાં ખરાબ સંવાદો(adipurush film review)
ફિલ્મના ખરાબ સંવાદોના કારણે જ કદાચ આદિપુરુષ માટે ઘણી બધી નકારાત્મકતા ફેલાવવામાં આવી રહી છે. આ ફિલ્મ વાલ્મીકિ રામાયણથી પ્રેરિત હોવાનું કહેવાય છે. આપણે જે રામાયણની વાર્તા નાનપણથી સાંભળે છીએ તેનું  મજાક ઉડવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મમાં સૌથી ખરાબ ફિલ્મમાં સંવાદો છે. ફિલ્મમાં એવા સંવાદો છે, જેમ કે યુપી-દિલ્હીના મવાલી છોકરાઓ રીલમાં બોલે છે. 

ફિલ્મમાં હનુમાનજી ભગવાન રામનો સંદેશ લઈને લંકા ગયા હતા. મેઘનાદ તેની પૂંછડીમાં આગ લગાડે છે અને પૂછે છે ‘જલી ના!’ હનુમાન જવાબ આપે છે કે, ‘તેલ તેરે બાપ કા, કપડા તેરે બાપ કા ઓર જ્લેનગી ભી તેરે બાપ કી’ આ સિવાય જ્યારે હનુમાન લંકાથી

પાછા રામ પાસે પહોંચે છે, ત્યારે રામ તેમને ત્યાં શું થયું તેના વિશે પૂછે છે. આના જવાબમાં હનુમાન કહે છે- ‘બોલ દિયા, જો હમારી બહેનોકો હાથ લગાયેંગે, ઉનકી લંકા લગા દેંગે’

આ ફિલ્મ જોઈને એવું લાગશે કે હજારો વર્ષ જૂની મર્યાદા પુરુષોત્તમ રામની વાત સાથે તેનો બિલકુલ સંબંધ નથી. આપણે બધા ભગવાન રામની વાર્તા અને રામાયણના અન્ય પાત્રો સાંભળીને મોટા થયા છીએ. આદર્શ, મર્યાદા જેવી બાબતોને ફિલ્મ સાથે કોઈ લેવાદેવા નથી. ફિલ્મમાં એટલી છીછરાપણું છે કે એવું લાગે છે કે આપણે આજની વેબ સિરીઝ જોઈ રહ્યા છીએ.

હવે વાત કરીએ ફિલ્મના સૌથી વિવાદાસ્પદ પાત્ર રાવણની. સૈફ અલી ખાન રાવણનું પાત્ર ભજવી રહ્યો છે. તેના અભિનયમાં કોઈ ખામી નથી. પરંતુ ફિલ્મ નિર્માતાઓએ રાવણને અદ્ભુત જાદુઈ શક્તિઓ આપી છે. તે એક મોટા ચામાંચીડિયા પર બેસીને આવે છે. સીતાનું અપહરણ કરવા માટે કાળી કાળી ડાળી બહાર આવે છે અને સીતાને બાંધે છે. ત્યારબાદ રાવણ સીતાને તેના પાલતુ ચામાંચીડિયા પર બેસાડી દે છે અને ઉડી જાય છે. 

રાવણ પાસે રંગબેરંગી રોશનીવાળી તલવારો છે અને આપોઆપ તેના હાથમાં આવી જાય છે. એક સમયે એવું લાગતું હતું કે તે રાવણ નહીં પણ હોલીવુડનો ‘થેનોસ’ છે. તેના 10 માથા રાવણ સાથે વાત કરે છે, કેટલાક સારા વિચારો આપે છે અને કેટલાક ખરાબ. VFXની મદદથી બળજબરીથી તેને હોલિવૂડ લુક આપવાનો પ્રયાસ કર્યો. આ સિવાય ફિલ્મમાં રાવણની લંકા સોના જેવી નહીં પણ કાળા ખંડેર જેવી છે. તેના સૈનિકો પણ માણસોથી નહીં, પણ ગ્રાફિક્સથી બનેલા છે, જે ખૂબ જ કદરૂપું લાગે છે.

કોઈપણ પાત્ર બંધબેસતું નથી
રાવણ, હનુમાન, ઈન્દ્રજીત તો થીક પ્રભાસનો રામનો રોલ પણ એવરેજ રોલ છે. રામ એવા આદર્શ માણસ હતા, જેમણે રાવણને માર્યા પછી પણ તેમને નમન કર્યા હતા. પરંતુ ફિલ્મમાં ઘણી જગ્યાએ તેને ગુસ્સો અને આક્રમકતા દર્શાવવામાં આવી છે, જે પાત્રને બિલકુલ અનુકૂળ નથી. પ્રભાસને જોઈને લાગે છે કે તે હજુ પણ ‘બાહુબલી’ના પાત્રમાં છે. તેઓ રાવણ સાથે લડી રહ્યા છે જેમ ‘એવેન્જર્સ’ ‘થેનોસ’ સાથે લડી રહ્યા હોય તેવું લાગે છે. લક્ષ્મણનું પાત્ર પણ ઘણું ફિક્કું છે. સીતાનો રોલ નિભાવી રહેલી કૃતિ સેનન પણ નિરાશ થઈ. તેમને કંઈ ખાસ કરવાનું પણ નહોતું મળ્યું. ફિલ્મ શરૂ થતાં જ તેનું અપહરણ થઈ ગયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *