મોટા ભાગના લોકો ચામડીના રોગથી હેરાન થતા હોય છે. જેમાં ધાધર એ એક ચામડીનો રોગ છે. આ રોગ ચામડી પર થતા શરીરમાં ખંજવાળ આવવા લાગે છે. ધાધર થવાથી ચામડીમાં લાલાશ જોવા મળે છે. મોટા ભાગે આ ધાધર શરીરના ખાનગી ભાગોમાં થતી હોય છે. જ્યાં, નહાવામાં વ્યવસ્થિત કાળજી ના લેવાથી પણ આ રોગ થાય છે. આ ઉપરાંત, ખાવામાં તૈલીય પદાર્થ ખાવાથી આ રોગની સમસ્યા વધારે રહે છે.
આ રોગ ચેપી રોગ છે જેથી આપણી નજીકના લોકોના કપડા, રૂમાલ કે વારંવાર સ્પર્શથી પણ આ રોગ થઈ શકે છે. આ રોગ વર્ષોથી પેદા થયેલ છે અને આ રોગ ઘણી દવાઓ કરવા છતાં પણ મટતો નથી. આ રોગના બે પ્રકાર છે. જે લોકોને કાળી ધાધર થાય છે તેને જલ્દીથી મટતી નથી.
ધાધરને મટાડવા માટે અપનાવો આ ઘરેલુ ઉપચાર:
નારિયેળ:
ટોપરાને જીણું વાટીને ધાધર પર લગાડવાથી ધાધર મટી જાય છે.
ચણાનો લોટ:
આ ઉપરાંત, તમે ચણાનો લોટ પાણીમાં મેળવીને પણ શરીર પર માલીશ કરી શકો છો. જેનાથી ધાધર મટે છે.
ગાજર :
ગાજરને વાટીને તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ધાધર પર લગાવવાથી ધાધર મટે છે.
તુલસી:
તુલસીનો રસ ધાધર પર લગાવવાથી ધાધર મટે છે. તુલસીના પાનનો રસ કાઢીને ધાધરના ભાગ પર લગાવવાથી ખૂબ ઉપયોગી બને છે.
લસણ:
લસણમાં અજોઈના નામનું એક એન્ટી ફંગલ એજેંટ હોય છે. જે ધાધરના સંક્રમણને તૈયાર કરવામાં મદદ કરે છે. તેના માટે લસણની એક કળી ફોલીને તેની પાતળી પટ્ટી બનાવો. આ કળીને ધાધરના ભાગ પર લગાવો. આ ધાધર પર લગાવ્યા બાદ તેને પાટા વડે બાંધી દો. આ રીતે પણ લસણની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકાય છે.
લીમડો:
આ ઉપરાંત, કડવા લીમડાના કુણા પાનને પાણીમાં ઉકાળીને પાણી ઠંડુ થાય ત્યારે તે પાણીથી ધાધર વાળા ભાગને ધોવાથી પણ ધાધરમાં રાહત મળે છે.
એલોવેરા (કુંવારપાઠું):
એલોવેરા એન્ટી ફંગલ અને જીવાણુંવિરોધી હોય છે. ધાધરના ભાગ પર કુંવારપાઠુંનું જેલ રાત્રીના સમયે લગાવો. કુવારપાઠું ધાધરને મટાડવામાં ખૂબ જ ઉપયોગી છે.
કારેલા:
આ ઉપરાંત કારેલાના રસ અને ગુલાબ જળ મેળવીને ધાધર પર લગાવવાથી પણ ખૂબ ફાયદો થાય છે. ધાધર પર આ કારેલા અને ગુલાબ જળ લગાવવાથી જેમાં રહેલા ધાધરના જીવાણુઓ નાશ પામે છે અને ધાધર મટી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.