વાયરલ ફીવર દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપચાર

સીઝન બદલાય રહી છે. અમુક વખત વાદળ આવી જાય છે તો અનુક વખત અચાનક વરસાદ થવા લાગે છે. તો અમુક વાર તડકો નીકળી જાય છે તેમજ ગરમી વધુ થાય છે. આવી સિઝનમાં વાયરલ ફીવર થવાનો ખતરો સૌથી વધારે હોય છે. આમ તો એક વખત તાવની ચપેટૅમાં આવતા ડોક્ટરની પાસે જ જવું પડે છે. પરંતુ આજે અમે આપને ઘણા એવાં ઘરેલુ ઉપચાર બતાવી રહ્યા છે જે ઉપાયની મદદ દ્વારા તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા સારી બને છે તેમજ તાવ પણ જલ્દી જતો રહશે. આવો જાણીએ આ ઉપચાર અંગે..

આદુ
આદુ પણ શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. આદુ આપણા શરીરમાં ગરમી પણ ઉત્પન્ન કરે છે. ઋતુ બદલાવના લીધે આવતાં તાવમાં આદુનો ઉકાળો બનાવીને પીવામાં આવે છે આ માટે તમે લોકો આદુની સાથે થોડી હળદર, ખાંડ  તેમજ કાળા મરીનો પાવડર ભેળવીને તેનો ઉકાળો બનાવી લ્યો. આ ઉકાળાથી તમારો તાવ જલ્દી સારો થઇ જશે.

તુલસી
તુલસીનો છોડને બહુ જ ઉત્તમ ગણવામાં આવે છે. તુલસીથી ઘરનું વાતાવરણ સ્વચ્છ તેમજ શુદ્ધ થાય છે. તુલસીનાં પાનનો ઉપયોગ કરવાથી તમને તમારા તાવમાં રાહત મળે છે. તમે એક વાસણમાં પાણી નાંખીને તેમાં વાટેલી લવિંગ તેમજ તુલસીનાં પાનને નાંખીને ઉકાળો તેમજ તમે પ્રતિ 2 કલાકનાં અંતરમાં આ પાણી પિતા રહો.

મધ તેમજ લસણ
એવું કહેવામાં આવે છે કે, લસણની ઘણી કળીને મધમાં નાંખીને તેમજ અમુક સમય બાદ તેનુ સેવન કરો. જેથી જલ્દી આ નુસ્ખો દ્વારા તમારા તાવમાં રાહત મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *