ભારતની જીતની ઉજવણી કરતા પાડોશી દેશનો વિડીયો થયો વાયરલ, અફઘાની યુવકે કર્યું એવું કે…

એશિયા કપ (Asia Cup)માં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ(India vs Pakistan Match) જોવા મળી હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવીને એશિયા કપમાં પોતાના…

એશિયા કપ (Asia Cup)માં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ(India vs Pakistan Match) જોવા મળી હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવીને એશિયા કપમાં પોતાના વિજયી અભિયાનની શરૂઆત કરી હતી. આ મેચ OTT પ્લેટફોર્મ(OTT platform) ડિઝની પ્લસ હોટસ્ટાર(Disney Plus Hotstar) પર જોવા મળી હતી અને ચાહકોમાં આ લડાઈને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો.

T-20ની આ મજેદાર મેચ જોવા માટે દુબઈનું સ્ટેડિયમ ભરચક હતું, ત્યારે ટેલિવિઝનની સામે પણ ચાહકો મેચ જોવા બેસી ગાય હતા. આ દરમિયાન બોલિવૂડના જાણીતા નિર્દેશક ઓનિરે એક વીડિયો શેર કર્યો છે જેમાં એક અફઘાન વ્યક્તિ પાકિસ્તાન પર ભારતની જીતની ઉજવણી કરતો જોઈ શકાય છે. જે વિડીયો સોશિયલ મીડિયા પર હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, હાર્દિક પંડ્યા જેવી જ ભારત માટે વિનિંગ શોટ ફટકારે છે, તો ત્યાં હાજર લોકો ઉજવણી કરવા લાગે છે, તેમજ આ સમયે ટીવી પર દેખાતા હાર્દિકના ચહેરા પર એક વ્યક્તિ આવીને ચુંબન કરે છે. આ રીતે ઓનિરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોને શેર કરતા આ વ્યક્તિએ લખ્યું કે, ‘અમારા તમામ ભાઈઓને અભિનંદન. ભારત અને અફઘાનિસ્તાન. અમે અફઘાનિસ્તાનના લોકો અમારા પાડોશી દેશ સાથે વિજયની ઉજવણી કરી રહ્યા છીએ. ઓનિરે આ વીડિયોને હાર્ટ ઇમોજી સાથે શેર કર્યો છે. કોઈપણ રીતે, રમત વિશે આવી તીવ્ર લાગણીઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે. આ વીડિયો પણ તેનું ઉદાહરણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *