અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન બાદ ચારે બાજુ અરાજકતાનું વાતાવરણ છે. રવિવારે તાલિબાને કાબુલ અને રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો હતો. આ પછી રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો. કહેવામાં આવ્યું હતું કે અશરફ ગની તાજિકિસ્તાન ભાગી ગયા છે. પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે, તાજિકિસ્તાને અશરફ ગનીના વિમાનને ઉતરવાની મંજૂરી આપી નથી. આવી સ્થિતિમાં હવે અશરફ ગની અમેરિકા જઈ શકે છે. હાલમાં તે ઓમાનમાં રોકાણા છે.
ઇન્ડિયા ટુડેએ તેના એક અહેવાલમાં આ માહિતી આપી છે. અશરફ ગની સાથે અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) મોહિબ પણ ઓમાનમાં છે. બંને વિમાન દ્વારા એકસાથે તાજિકિસ્તાન પહોંચ્યા, પરંતુ તેમના વિમાનને ઉતરવાની પરવાનગી મળી નહીં.
તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનથી ભાગી ગયેલા રાષ્ટ્રપતિ અશરફ ગનીએ મોડી રાત્રે ફેસબુક પર પોતાનો દેશ છોડવાનું કારણ સમજાવતા પોસ્ટ કરી હતી. તેણે લખ્યું છે કે તે અફઘાનિસ્તાનથી એટલા માટે ભાગી ગયો છું જેથી લોકોને વધુ લોહીલુહાણ ન થવું પડે. અશરફ ગનીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે જો તે અફઘાનિસ્તાનમાં રહ્યા હોત તો મોટી સંખ્યામાં લોકો દેશ માટે લડવા માટે આવ્યા હોત. આવી સ્થિતિમાં, ત્યાં અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા હોત. આ સાથે કાબુલ શહેર સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું હોત.
સાથે તેમણે લખ્યું છે કે, હવે તાલિબાન જીતી ગયું છે. હવે તે અફઘાન લોકોના સન્માન, સંપત્તિ અને સુરક્ષા માટે જવાબદાર છે. અશરફ ગનીએ લખ્યું છે કે, તાલિબાન એક ઐતિહાસિક કસોટીનો સામનો કરી રહ્યું છે. હવે કાં તો તે અફઘાનિસ્તાનનું નામ અને સન્માન બચાવશે અથવા તે અન્ય સ્થાનો અને નેટવર્કને પ્રાધાન્ય આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.