હજુતો લગ્નને થોડા દિવસ જ થયા હતા અને પતિ-પત્નીને નડી ગયો ગંભીર અકસ્માત

હાલમાં અકસ્માતની સંખ્યામાં સતતને સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે હજુ એક આવી જ ઘટના રાજસ્થાનના જયપુર-દિલ્હીના હાઈવે પર ચાંદવાજી વિસ્તારમાંથી સામે આવી છે. ચાંદવાજીમાં રહેતા મહેશકુમાર યાદવ અને સંજનાએ 14 દિવસ પહેલા 30 નવેમ્બરના રોજ લગ્ન થયા હતા. આ પછી, તે આજે તેના સંબંધીના આમંત્રણ પર જમવા જઈ રહ્યો હતો. બીજી તરફ બાઇકને ટક્કર મારતાં બસની ગતિ વધવાને કારણે બેકાબૂ થઇ અને પલટી મારી ગઈ.

આનાથી બસમાં સવાર 15 જેટલા મુસાફરોને ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં ચાંદવાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ક્રેનની મદદથી બસ ઉભી કરી હતી. તે જ સમયે, બાઇક પર સવાર દંપતીના મૃત્યુના સમાચારથી તેમના ઘરમાં હોબાળો મચી ગયો હતી. રડતા રડતા સંબંધીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા.

જાણવા મળ્યું છે કે, અકસ્માતમાં શાહપુરા ખોરી પાસે રહેતા મહેશકુમાર યાદવ અને તેની પત્ની સંજનાનું મોત થયું હતું. મહેશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે સંજના ગંભીર રીતે ઘાયલ થઇ હતી અને આશરે બે કલાક હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી છતાં તેનું મોત નિપજ્યું હતું. બંને સોમવારે બપોરે જેતપુર ધાની ખાતે તેમના સંબંધીના ઘરે જમવા જઇ રહ્યા હતા.

મહેશ જયારે બાઈક ચલાવી રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલી બસ બાઇક સાથે ટકરાઇ હતી અને ડિવાઇડર પાસે અનિયંત્રિત રીતે પલટી હતી. જ્યારે બસના ટાયર નીચે કચડાઇ જવાથી મહેશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ મુસાફરોએ પોલીસને જાણ કરી હતી. આ પછી બસમાંથી મુસાફરોને બહાર કાઢવામા આવ્યા હતા. એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *