આવતીકાલે એટલે કે, 24 જાન્યુઆરીનાં રોજ પોષ મહિનાના સુદ પક્ષની એકાદશી છે. આ એકાદશીને પવિત્રા તથા પુત્રદા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તિથિએ પાણીમાં તલ ભેળવીને સ્નાન કરવાની તથા ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવાની પરંપરા રહેલી છે. પુત્રદા એકાદશી રવિવાર હોવાને લીધે આ દિવસે સૂર્યદેવની પણ પૂજા કરવી જોઇએ. આજનાં દિવસે વ્રત-પૂજા કરવાથી સંતાનની ઇચ્છા રાખનાર લોકોની મનોકામના પૂર્ણ થાય છે.
પોષ માસમાં ભગવાન વિષ્ણુ તથા સૂર્ય પૂજાનું મહત્ત્વ :
હિંદુ કેલેન્ડરમાં પોષ મહિનાના દેવતા ભગવાન વિષ્ણુ તથા સૂર્ય છે. આ મહિનામાં ભગવાન સૂર્યની ભગ સ્વરૂપમાં દિવાકર નામથી પૂજા કરવામાં આવે છે. તેનાથી સ્વાસ્થ્ય પણ ખુબ સારું રહે છે તથા ઉંમરમાં પણ વધારો થાય છે. ખગોળીય દૃષ્ટિએ જોઈએ તો આ માસમાં સૂર્યનો પ્રકાશ ધરતીના ઉત્તર ગોળાર્ધમાં વધુ સમય સુધી રહે છે.
આ દિવસોમાં સૂર્ય પૂજાનું ખૂબ જ અનેરું મહત્ત્વ રહેલું છે. પોષ મહિનામાં ભગવાન વિષ્ણુના નારાયણ સ્વરૂપની પૂજાનું વિધાન ગ્રંથોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સ્વરૂપ વ્યક્તિને સારા કર્મનો બોધપાઠ આપે છે. ભગવાન રામ તથા શ્રીકૃષ્ણ પણ નારાયણ સ્વરૂપના અવતાર હતાં એટલે કે, પોષ મહિનામાં આવતી પુત્રદા એકાદશીનું વ્રત કરવું ખાસ માનવામાં આવે છે.
આ એકાદશીએ કેવા-કેવા શુભ કામ કરવા જોઇએ?
આજના દિવસે સવારમાં જલ્દી જાગીને સ્નાન કર્યાં બાદ ‘ૐ સૂર્યાય નમઃ’ મંત્ર બોલીને ઉગતા સૂર્યને જળ ચઢાવવું જોઈએ. ઘરમાં અથવા તો કોઇ મંદિરમાં ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મજીની પૂજા કરવી જોઈએ. આની સાથે જ પૂજામાં દક્ષિણાવર્તી શંખથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ.
એકાદશીના એક દિવસ અગાઉ તુલસીનાં પાન તોડીને રાખવા જોઇએ. ત્યારપછી તેને એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ચઢાવવા જોઇએ. આજના દિવસે સવારે તથા સાંજે એમ બંને સમયે તુલસીને જળ ચઢાવવું જોઈએ. આની સાથે જ ઘીનો દીવો પ્રગટાવવો જોઇએ.
ત્યારપછી તુલસીની પરિક્રમા પણ કરવી જોઇએ. ધ્યાન રાખવું કે, સાંજના સમયે તુલસીનો સ્પર્શ કરવો જોઈએ નહીં. આજનાં દિવસે ભગવાન વિષ્ણુ માટે વ્રત પણ કરી શકો છો. વ્રત કરનાર ભક્તોએ એક સમય ફળાહાર કરવું જોઇએ. આ દિવસે કોઇ બ્રાહ્મણને ભોજન કરાવીને દાન કરાવવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle