ગુજરાત(Gujarat): રાજ્યમાં હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા વરસાદની આગાહી(Rain forecast) નહિ હોવાની શક્યતાઓ વ્યક્ત કર્યા બાદ ફરી એકવાર નવી આગાહીમાં માવઠા(Mawtha forecast)ની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો રાજ્યમાં શુક્રવારે અમદાવાદ સહિતના ઘણાખરા વિસ્તારોમાં છાંટા પડ્યા હતા. તારે હવે આગામી ચાર દિવસમાંથી બે દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત વડોદરા, છોટાઉદેપુર જેવા અનેક વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, માવઠા સાથે મહત્તમ તાપમાનમાં પણ વધારો થવાની શક્યતા સેવવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે કરવામાં આવેલી પાંચ દિવસની આગાહી મુજબ આજે તથા આવતીકાલે વરસાદની શક્યતાઓ નહિવત છે. વન વિભાગ દ્વારા શનિવાર અને રવિવારના રોજ હવામાન સુકુ રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 8 અને 9 એપ્રિલ હવામાન સૂકું રહેશે જ્યારે નવા અઠવાડિયાની શરૂઆતમાં ફરી માવઠું થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો 10 તારીખ ના રોજ સુરત, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં વરસાદ ખાબકવાની શક્યતાઓ છે.
સાથે જ 11મી તારીખ ના રોજ પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં બે થી ત્રણ ડિગ્રી મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ સેવવામાં આવી છે. શુક્રવારના રોજ રાજ્યમાં સૌથી ગરમ શહેરમાં 38 ડિગ્રી સાથે અમદાવાદ અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે ત્યારે સૌથી મીઠું લઘુતમ તાપમાન નલિયામાં 29 ડિગ્રી નોંધાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.