દેશ(india)માં સરકાર ઘણી સરકારી કંપની(Government company) ખાનગી કંપની બનાવી રહી છે. આ વચ્ચે એર ઈન્ડિયાની(India) કમાન ખાનગી હાથમાં સોપવામાં આવી છે, હવે સરકાર વધુ એક કંપની ખાનગી હાથમાં સોંપવા જઈ રહી છે. દેશમાં એક પછી એક સરકારી કંપનીઓનું ઝડપથી ખાનગીકરણ થઈ રહ્યું છે. હવે તેમાં વધુ એક નામ જોડાવા જઈ રહ્યું છે. એર ઈન્ડિયા બાદ કેન્દ્રની મોદી સરકારે(Modi government) વધુ એક સરકારી કંપનીને વેચવાની તૈયારી કરી લીધી છે.
આ માટે સરકારે પ્રારંભિક બિડ પણ મેળવવાનું શરૂ કરી દીધું છે. અદાણી ગ્રૂપ, પિરામલ ગ્રૂપ જેવા મોટા જૂથોએ રસ દાખવ્યો છે. કેરળમાં આવેલી કોન્ડોમ અને ગર્ભનિરોધક ગોળી બનાવતી કંપની સરકાર ખાનગી કંપની બનાવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં જાહેર ક્ષેત્રની કંપનીઓના ડિસઇન્વેસ્ટમાંથી ફંડ ઉભું કરવાની વાત કરી હતી.
સરકાર HLL Lifecare limited માં તેનો સંપૂર્ણ હિસ્સો વેચી રહી છે, એટલે કે હવે આ કંપની પણ ખાનગી હાથમાં જશે. લાઈવ મિન્ટમાં છપાયેલા સમાચાર મુજબ આ કંપનીના ખરીદદારોની બોલી પણ શરૂ થઈ ગઈ છે. HLL Lifecare limitedએ તિરુવનંતપુરમ, કેરળ, ભારત સ્થિત ભારતીય હેલ્થકેર પ્રોડક્ટસ ઉત્પાદન કંપની છે.
ભારત સરકારની માલિકીની જાહેરક્ષેત્રની આ કંપની કોન્ડોમ, ગર્ભનિરોધક ગોળીઓ, IUD, સર્જીકલ સિવર્સ, બ્લડ બેગ અને ફાર્મા પ્રોડક્ટસ વગેરે સાથે સંકળાયેલી છે. જે વિશ્વનું પ્રથમ અને એકમાત્ર મૌખિક નોન-હોર્મોનલ, નોન-સ્ટીરોઈડલ ઓરલ ગર્ભનિરોધક છે, જે સાપ્તાહિક ગોળી તરીકે લેવામાં આવે છે.
14 ડિસેમ્બરે આરોગ્ય ક્ષેત્રની PSUમાં સરકારની 100% હિસ્સેદારીના વેચાણ માટે પ્રારંભિક બિડ માંગવામાં આવી હતી. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું છે કે હજુ ચકાસણી ચાલી રહી છે અને વિજેતાની પસંદગીની પ્રક્રિયા નાણાકીય બિડના આધારે કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.