ગુજરાત(Gujarat): નવા વર્ષની શરૂઆતમાં જ મોંઘવારી(Inflation)નો ડામ યથાવત જ રહેવા પામ્યો છે ત્યારે ગુજરાત ગેસ બાદ અદાણી CNG ગેસ(Adani CNG Gas)ના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અદાણી ગેસે CNGના ભાવમાં કિલો દીઠ 1 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જેથી હવે અદાણી CNGનો ભાવ 79.34 રૂપિયાથી વધીને 80.34 રૂપિયા થઇ ગયો છે. મહત્વનું છે કે, મધ્યમ વર્ગીય પરિવારો પર એક બાદ એક મોંઘવારીના ઝટકાઓ લાગી રહ્યા છે.
વર્ષ બદલાયું છે પણ મધ્યમ વર્ગની સ્થિતિ ત્યાંને ત્યાં જ છે. નવું વર્ષ શરૂ થયું એને માંડ 9 દિવસ થયા છે, ત્યાં ગુજરાતના લોકો પર મોંઘવારીનો વધુ ફટકો પડ્યો છે. આજે ફરી એકવાર CNG અને PNGના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. અદાણી ગેસે CNGના ભાવમાં કિલો દીઠ 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે અદાણી CNGનો ભાવ 79.34 રૂપિયાથી વધીને રૂપિયા થયો છે.
ગુજરાત ગેસ દ્વારા આજે CNGના ભાવમાં 5 % નો વધારો ઝીંકવામાં આવ્યો હતો ગુજરાત ગેસના CNG માટે તમારે પ્રતિ કિલો 78.52 રૂપિયા ચૂકવવા પડશે. ગુજરાત ગેસ દ્વારા આજે સ્થાનિક PNGના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. આ સિવાય સ્થાનિક PNGની વાત કરીએ તો તેની કિંમત ઘટીને 1487.349 રૂપિયા પ્રતિ MMBTU થઈ ગઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સંસદમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની મોંઘવારીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેના જવાબમાં પેટ્રોલિયમ રાજ્ય મંત્રીએ જણાવતા કહ્યું હતું કે, ગેસના ભાવ ઘણા આધારો પર નક્કી કરવામાં આવે છે અને ભારત સરકારે કિંમતોને નિયંત્રિત કરવા માટે ઘણા પગલાં પણ લેવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, જાન્યુઆરી 2021 થી નવેમ્બર 2022 વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં 327 % નો ઉછાળો નોંધાયો હતો, જ્યારે ભારતમાં CNGની કિંમતોમાં માત્ર 84 % નો વધારો થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.