25 જૂન બાદ ગુજરાતમાં વધશે વરસાદનું જોર; ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી ખતરનાક આગાહી

Ambalal Patel Prediction: ગુજરાતમાં આવેલી ચોમાસાની સિસ્ટમ નબળી પડી રહી છે. છેલ્લાં 8 દિવસથી દક્ષિણ ગુજરાતમાં રોકાયેલા ચોમાસાથી રાજ્યમાં (Ambalal Patel Prediction) 71 ટકા વરસાદની ઘટ પડી રહી છે

20 જુન આવી ગઈ છતાં ગુજરાતમાં અમુક જિલ્લામાં વરસાદ નથી. હાલમાં ચોમાસું નવસારી સુધી અટક્યું છે. ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે. છેલ્લાં 8 દિવસથી દક્ષિણ ગુજરાતમાં રોકાયેલા ચોમાસાથી રાજ્યમાં 71 ટકા વરસાદની ઘટ પડી છે.

રાહત આપતી આગાહી
હાલ ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં જ ઉભું રહી ગયું છે. જેના કારણે છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. જો કે તારીખ 22 જૂન પછી સારા વરસાદના એંઘાણ હવામાન વિભાગે દ્રારા આપવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ 22 જૂનથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે.

Skymateની આગાહી
હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાઇમેટનું ચોમાસા પર આગાહી સામે આવી છે કે ગુજરાતમાં 25 જૂન પછી ચોમાસું આગળ વધશે અને પછી સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે.

સાર્વત્રિક વરસાદની આગાહી
હાલ સૌરાષ્ટ્ર તરફ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. જેના કારણે તારીખ 25 જૂન પછી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 22 જૂનથી 29 જૂન સુધીમાં ચોમાસુ રાજ્યમાં દરેક જિલ્લામા પહોંચી જતાં 20થી 30 જૂન દરમિયાન સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની આગાહી
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી રહી છે કે તારીખ 20થી 25 જૂન દરમિયાન ચોમાસું સક્રિય થશે અને પાંચ દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.