નશામાં ધુત યુવતીની કારે ત્રણ પલટી ખાઈને સ્વિગી ડિલિવરી બોયને કચડી નાખ્યો- હચમચાવી દેતી ઘટના

ઈન્દોર: ઈન્દોરના એબી રોડ પર શુક્રવારે મોડી રાત્રે એક નશામાં ધૂત યુવતીની ગાડી ત્રણ પલટી ખાઈને સ્વિગીના ડિલિવરી બોયને ટક્કર મારી તેના માથા પરથી ચાલી ગઈ હતી. આ અકસ્માતમાં ડિલિવરી બોયનું મોત થયું હતું. કાર ચલાવતી યુવતીએ એટલો દારૂ પીધો હતો કે તે બરાબર ઉભી પણ રહી શકતી ન હતી. આવી જ સ્થિતિ તેના ત્રણ મિત્રોની પણ હતી. ઘટના રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. અકસ્માત બાદ ટોળાએ ચાર યુવતીઓને ઘેરી લીધી હતી. કારની તોડફોડ પણ કરી હતી. પોલીસે તેમને બચાવી લીધા હતા.

રાજેન્દ્ર નગર TI અમૃતા સોલંકીએ જણાવ્યું હતું કે, મૃતકની ઓળખ દેવીલાલ તરીકે થઈ છે. કાર વિજયનગરથી ટ્રેઝર ટાઉન તરફ જઈ રહી હતી. રાજેન્દ્ર નગર બ્રિજ પાસે બાઇક પર જઈ રહેલા ડિલિવરી બોયને કારએ ટક્કર મારી હતી. ત્યારબાદ કાર તેના માથા પરથી પસાર થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, કાર MIG માં રહેતી ગાર્ગી મહેશ્વરી દ્વારા ચલાવવામાં આવી હતી. કાર નીતીન મહેશ્વરીના નામે નોંધાયેલું છે. તેની સાથે તેના ત્રણ મિત્રો પણ કારમાં હતી. ચારેય કોઈ પાર્ટીમાં જઈને આવી રહ્યા હતા.

અકસ્માત બાદ ભીડે કારને ઘેરી લીધી હતી. જ્યારે છોકરીઓના પરિવારના સભ્યો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે લોકોએ તેમની કાર પણ રોકી લીધી હતી. લોકોએ છોકરીઓને પોલીસ સ્ટેશન લઈ જવાની વાત શરૂ કરી હતી. પોલીસ છોકરીઓને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. શરૂઆતમાં પોલીસે જણાવ્યું હતું કે, ત્રણેય છોકરીઓ સગીર છે. બાદમાં જાણવા મળ્યું કે તમામ કોલેજના વિદ્યાર્થીઓ છે અને પુખ્ત વયના છે.

પેટ્રોલ પંપ પર કામ કરતા પ્રત્યક્ષદર્શી અભિષેક સિંહે જણાવ્યું હતું કે, છોકરીઓની કારની સ્પીડ એટલી ઝડપી હતી કે ત્રણ વારા પલટી બાદ ડિલિવરી બોય પર ચડી ગઈ હતી. છોકરીઓ એટલી નશામાં હતી કે તેઓ કારમાંથી બહાર પણ ન નીકળી શકી ન હતી. TI ના મતે ત્રણ છોકરીઓ ટ્રેઝર ટાઉનશીપમાં રહે છે. ગાર્ગી વિજયનગરમાં પાર્ટી કર્યા બાદ  તેને છોડવા માટે જઈ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *