પિતાની ઉત્તરક્રિયા પતી નહી ત્યાં હિંદુ યુવતી પ્રેમાંધ બની વિધર્મી યુવક સાથે ભાગી- જાણો ગુજરાતમાં ક્યા બન્યું આવુ

ગુજરાતના દરરોજ નવા નવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે સાંભળીને આશ્ચર્ય થાય તેવો જ એક બનાવ વડોદરામાં બન્યો છે. વડોદરાનાં નાગરવાડા વિસ્તારમાં રહેનાર 23 વર્ષની હિન્દુ યુવતી એનાં મહોલ્લામાં જ રહેનાર 23 વર્ષનાં વિધર્મી યુવકની સાથે પછી ભાગી ગઈ છે. આ અગાઉ ભાગી ગયા પછી વિધર્મી યુવક દ્વારા યુવતીની સાથે નિકાહ કરીને એનું ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું હતું તેમજ એ પછી યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું.

આમાં યુવતીનાં પિતાનું મોત નીપજ્યું હતું તેમજ પિતાનાં તેરમાની વિધિ પૂરું કરીને હિન્દુ યુવતી પાછી વિધર્મી યુવકની સાથે ભાગી છે. આ બાબતે કારેલીબાગ પીઆઈ આર.એ.જાડેજા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ વિશે અમને સત્તાવાર કોઈ જાણ નથી. પણ અમને માહિતી મળી હતી, એટલે અમે તપાસ કરી હતી, પણ તે લોકો મળ્યા નથી. અમે તપાસ કરીએ છીએ.

વિધર્મી યુવક દ્વારા યુવતીનું ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું નિકાહ કરી લેતાં ભારે હોબાળો મચી ગયો હતો
વડોદરા શહેરનાં નાગરવાડા વિસ્તારમાં રહેનાર 23 વર્ષની હિન્દુ યુવતીને એનાં મહોલ્લામાં જ રહેનાર 23 વર્ષનાં વિધર્મી યુવક ગઈ 2 ડિસેમ્બરનાં રોજ ઘેરથી ભગાડીને મુંબઈ લઇ ગયો એ પછી 6 ડિસેમ્બરનાં રોજ બાન્દ્રા ખાતે એનું ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું નિકાહ કરતાં ભારે હોબાળો મચી ગયો હતો. યુવતી તેમજ યુવકને બુધવારનાં રોજ સાંજનાં સમયે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતાં, જયાં બન્નેનું ચાર કલાક સુધી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

ઘટનાનાં પગલે બન્ને પક્ષનાં ટોળાં તેમજ હિન્દુ સંગઠનનાં કાર્યકરોનાં ટોળાં કારેલીબાગ પોલીસ સ્ટેશને આવ્યા હતા. એ સમયે પોલીસ સ્ટેશનની જાળી બંધ કરવી પડી અને ટોળાંને વિખવા પડ્યાં હતાં. લવ-જેહાદનાં આ બનાવ વિરુદ્ધ અગ્રણીઓ દ્વારા ઉગ્ર વિરોધ નોધાવવામાં આવ્યો હતો. આ બાબતે ફરિયાદ થઈ ન હતી. બન્નેને તેનાં ઘરે મોકલી કાઉન્સેલિંગ ચાલુ કરવામાં આવ્યું હતું.

યુવતી દ્વારા પોલીસને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી કે, એણે તેની મરજીથી લગ્ન કર્યા છે
નાગરવાડા વિસ્તારમાં રહેનાર બ્રાહ્મણ યુવતીને એનાં મહોલ્લામાં જ રહેનાર વિધર્મી યુવકની સાથે 3 વર્ષથી પ્રેમસંબંધ બાંધવામાં આવ્યો હતો તેમજ બન્ને ગાઢ પરિચયમાં આવ્યાં હતાં. બન્ને 2 તારીખનાં રોજ ઘેરથી ભાગીને છોટાઉદેપુર ગયાં હતાં. ત્યાં લગ્નનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ ગુજરાત રાજ્યમાં કાયદાનું બંધન નડવાથી સફળ થયાં નહિ.

તેથી બન્ને ધર્મપરિવર્તનનો કાયદો અમલમાં નથી એવા મહારાષ્ટ્રમાં ગયાં હતાં. મુંબઇનાં બાન્દ્રા ખાતે યુવતીનું ધર્મપરિવર્તન કરવામાં આવ્યું હતું તેમજ બન્નેએ નિકાહ કર્યા હતાં. એ પછી યુવતી દ્વારા પોલીસને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી કે, તેણે આ વિધર્મી યુવકની સાથે તેની મરજીથી લગ્ન કર્યા છે.

યુવક અને યુવતીને તેનાં ઘેર મોકલીને ત્યાં કાઉન્સેલિંગ ચાલુ કરવામાં આવ્યું હતું
યુવક તેમજ યુવતી મુંબઇથી વડોદરા પાછા આવ્યાં હતાં તેમજ યુવતી દ્વારા તેને દબાવવા માટેનો પ્રયાસ કરવામાં આવશે એવી પોલીસને જાણ કરવામાં આવી હતી, તેથી પોલીસે બુધવારનાં રોજ સાંજનાં સમયે યુવક તેમજ યુવતીને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતાં.

બન્નેનાં પરિવાર પણ પોલીસ સામે આવ્યા હતા, જયાં યુવક તેમજ યુવતીનું સતત કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું તેમજ એ પછી યુવક યુવતીને પોતપોતાનાં ઘેર મોકલીને ત્યાં કાઉન્સેલિંગ ચાલુ કરવામાં આવ્યું હતું. લવ-જેહાદની બનાવનાં લીધે હિન્દુ સંગઠનો અને મુસ્લીમ બન્ને પક્ષનાં ટોળાં કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતાં, તેથી એક સમયે પોલીસે પોલીસ સ્ટેશનનાં મુખ્ય દરવાજાની જાળી બંધ કરતાં જય શ્રી રામનાં નારા લગાવવામાં આવ્યા હતા, જો કે, પોલીસ દ્વારા ટોળાંને વિખવામાં આવ્યા હતાં.

પિતાનાં તેરમાની વિધિ પૂરી કરીને દીકરી પાછી વિધર્મી યુવક સાથે ભાગી ગઈ
નાગરવાડા વિસ્તારમાં યુવતીએ ધર્મપરિવર્તન કરીને મુસ્લિમ યુવકની સાથે નિકાહ કર્યા પછી બન્નેને પોતપોતાનાં ઘરે મોકલ્યા હતાં. ગુરુવારનાં રોજ યુવતીની સંપૂર્ણ દિવસમાં સાંસદ તેમજ ધારાસભ્ય સહિતનાં નેતાઓએ મુલાકાત કરી યુવતીને સમજાવવાનાં પ્રયત્નો કર્યા હતા.

આ બનાવ બહાર આવતાં હિન્દુ સંગઠનો પણ વિરોધ કરવા માટે મેદાનમાં આવ્યા છે. આ બનાવ પછી યુવતીનાં પથારીવશ પિતાનું મોત નીપજ્યું હતું તેમજ પિતાનાં તેરમાની વિધિ પૂરી કરીને દીકરી પાછી વિધર્મી યુવકની સાથે ભાગી ગઈ છે. કારેલીબાગ પોલીસ દ્વારા યુવક તેમજ યુવતીની પાછી શોધખોળ ચાલુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *