સરકાર બગડી! રાજકોટના કમિશ્નર સહીત 3 IPS અને IAS ને રાજકોટથી હટાવ્યા

2024 Rajkot Gaming zone fire: રાજકોટની ગંભીર ઘટનાને ધ્યાને લઈને ગૃહ વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે રાજકોટમાં મીડિયા અને ગેરમાર્ગે દોરનારા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની (Rajkot CP Raju Bhargav IPS Transferred) બદલી કરી દેવામાં આવી છે અને વેઇટિંગ ફોર પોસ્ટિંગ રખાયા છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશકુમાર જાને (Brajeshkumar Jha IPS) નિયુક્ત કરવામાં આવ્યા છે. માત્ર પોલીસ કમિશનર જ નહીં એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરીને (Vidhi CHaudhary IPS) પણ રાજકોટ શહેરથી ખસેડી લેવામાં આવ્યા છે. એડિશનલ કમિશનર રાજકોટ તરીકે મહેન્દ્ર બાગરીયા ને મૂકવામાં આવ્યા છે.

શહેરના ડીસીપી ઝોન 2 સુધીરકુમાર દેસાઈને (Sudhirkumar Desai IPS) પણ રાજકોટ શહેરથી ખસેડી લેવામાં આવ્યા છે. સુધીર દેસાઈ ની જગ્યાએ વડોદરા સેન્ટ્રલ જેલના આઇપીએસ જગદીશ બંગારવાને નિયુક્ત કરાયા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ થી છુટા કરાયેલા ત્રણે ત્રણ IPS (Rajkot CP Raju Bhargav Transferred) ને આગામી હુકમ સુધી વેઇટિંગ ફોર પોસ્ટિંગ કરવામાં આવ્યા છે સૂત્રો ની જાણકારી અનુસાર એસ આઈ ટી નો રિપોર્ટ આવ્યા બાદ સરકાર અધિકારીઓ સામે પણ પગલાં લઈ શકે છે.

આટલુ જ નહીં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલને પણ રાજકોટ થી ખસેડી દેવાયા છે અને તેમને પણ આગામી ઓર્ડર સુધી GAD માં મૂકી દેવામાં આવ્યા છે. રાજકોટ મ્યુનિસિપલ તરીકે ડીપી દેસાઈને નિયુક્ત કરવામાં આવ્યા છે