Asna Cyclone: બંગાળની ખાડીમાંથી ગુજરાત પર આવેલી મજબૂત સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. આ સિસ્ટમ કચ્છ થઇ અરબ સાગરમાં થઇ પાકિસ્તાન તરફ જશે તેમ જણાવવામાં આવ્યું છે. જેના કારણે કચ્છ, સૌરાષ્ટ્ર સિવાય અન્ય ભાગોમાં વરસાદનું જોર ધીમું થવાની શક્યતાઓ છે. બીજી તરફ વરસાદ લાવે તેવી વધુ એક સિસ્ટમ(Asna Cyclone) ગુજરાત તરફ આવવાની વકી છે. તો આ સિસ્ટમ અંગે લોકોમાં ઘણો જ ફફડાટ ફેલાયો છે. આ સિસ્ટમ અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે હવે આ વાવાઝોડાથી ગભરાવવાની જરૂર નથી.
વરસાદની તીવ્રતામાં એકંદરે ઘટાડો થશે
આ અંગે હવામાન નિષ્ણાતે જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાંથી આવેલું લો પ્રેશર ગુજરાતમાં આવીને ડીપ ડિપ્રેશન બન્યું હતુ. જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થયા છે. આ ડીપ ડિપ્રેશન 36 કલાક સુધી કચ્છ પર સ્થિર થઇ ગયુ હતુ. જે ડીપ ડિપ્રેશનની 29મી તારીખનાં રોજ બપોરે બે વાગ્યાથી ફરીથી મૂવમેન્ટ શરૂ થઇ ગઇ હતી.
જે બાદ ધીમે ધીમે તે આગળ વધી રહ્યુ હતુ. ત્યારે આ ડીપ ડિપ્રેશન કચ્છના જખૌ બંદરથી અરબી સમુદ્રમાં ઉતરી જશે. પરંતુ ગુજરાતના પશ્ચિમ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 24 કલાક સુધી હજી હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. વરસાદની તીવ્રતામાં એકંદરે ઘટાડો થશે.
વાવાઝોડાથી ગુજરાતને કોઇ વધારે ખતરો નથી
હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યુ છે કે, આ સિસ્ટમ કચ્છના જખૌથી અરબી સમુદ્રમાં આગળ વધશે એટલે આજે આ ડીપ ડિપ્રેશન કદાચ વાવાઝોડામાં ફેરવાઇ શકે છે અને તે સાઇક્લોન સ્ટ્રોમ બની શકે છે. જો આ સિસ્ટમ સાઇક્લોન સ્ટ્રોમ બનવાની શક્યતાઓ વધારે છે. જો આ વાવાઝોડું બનશે તો તેને પાકિસ્તાન તરફથી આસના નામ આપવામાં આવશે. આ વાવાઝોડું સૌથી ઓછી આયુનું હશે. આ વાવાઝોડું બનશે તો 6થી 8 કલાક સુધી બનશે અને તે બનીને વિખેરાઇ જશે. આ વાવાઝોડાથી ગુજરાતને કોઇ વધારે ખતરો નથી.
આ સાયક્લોન ગુજરાતને અસર કરશે નહીં
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, આ વાવાઝોડાને કારણે ગુજરાતને માત્ર એટલો જ ખતરો છે કે, ગુજરાતનાં કચ્છના પશ્ચિમ અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો પર વરસાદ અને પવન જોવા મળશે.જો કે આ સાયક્લોનથી ગભરાવવાની જરૂર નથી. આ સાયક્લોન ગુજરાતને અસર કરશે નહીં. આ વાવઝોડું બનીને ગુજરાતથી દૂર જશે એટલે ગુજરાતને કોઇ ખતરો રહેશે નહીં.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App