નરાધમ સસરાએ ચાર સંતાન ધરાવતી પુત્રવધુ સાથે આચર્યું દુષ્કર્મ અને તમામ હદો કરી પાર…

ગુજરાતમાં માનવતાને પડતી મૂકી સગા સસરાએ પોતાની પુત્રવધૂ સાથે ના કરવાના કામ કર્યાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર સગા સસરાએ પોતાનો પુત્ર…

ગુજરાતમાં માનવતાને પડતી મૂકી સગા સસરાએ પોતાની પુત્રવધૂ સાથે ના કરવાના કામ કર્યાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર સગા સસરાએ પોતાનો પુત્ર મૃત્યુ પામતા પુત્રવધૂ સાથે ના કરવાનું કામ કર્યું છે. ભરૂચમાં માનવતાને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. સંબંધોને બદનામ કરતી આ ઘટના વિશે જાણી તમારા મનમાં પણ આક્રોષ ઉભો થશે.

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા વિસ્તારમાં રહેતી એક પરિણીતા સાથે તેના સસરાએ જ દુષ્કર્મ આચર્યું હતું. અને આ ઘટના સામે આવતા ત્યાના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બની હતી. આ અંગે પરણીતાએ પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યાના સ્થાનિક લોકોને આ અંગે જાણકારી મળી હતી.

ભરૂચના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથકની હદ ધરાવતા વાંકોલી ગામની આ ઘટના સામે આવી છે. ચાર સંતાન ધરાવતા એક વ્યક્તિનું મોત થયું હતું. અને પતિના મૃત્યુ બાદ ચાર સંતાન સાથે મહિલા એકલવાયું જીવન પસાર કરી રહી હતી. અને સમય જતા સસરાએ પુત્રવધૂ પર નજર બગાડી હતી અને તકનો લાભ લઇ સસરાએ સગી પુત્રવધુ પર સસરાએ બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે પુત્રવધુએ પોતાના સસરા વિરૂદ્ધ પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધાવી છે.

પતિ કેન્સરથી પીડાઈ રહ્યો હતો. અને કેન્સરથી પીડિત પુત્રનું આંઠ વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યાર બાદ ચાર સંતાનની માતા જમીન ખેડી સાસુ સસરાથી અલગ રહી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહી છે. જ્યારે નરાધમ સસરાએ પોતાની સગી પુત્રવધુ ઉપર જ નજર બગાડી હતી. રાત્રીના સમયે સસરો બચુ નોળકા વસાવા પુત્રવધૂના ઘરે ઘુસી ગયો હતો. પુત્રવધૂને બાજુની એક ઓરડીમાં ખેંચી જઈ, મારો પુત્ર નથી તો શું થયું..! હું તો છું ને.. તું મારી મિલકત ઉપર જીવે છે. હું તને દાવો આપીને લાવ્યો છું. તેમ કહી નરાધમ સસરાએ પુત્રવધુ પર બળાત્કાર ગુજર્યો હતો.

સગી પુત્રવધુ સાથે બળાત્કાર ગુજાર્યા બાદ સસરાએ તમામ હદો પાર કરી હતી. બાદમાં નરાધમ સસરો અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપી પુત્રવધુ સાથે બળજબરી કરી બળાત્કાર ગુજારતો હતો. જોકે આ તમામ પરિસ્થિતિથી કંટાળી સસરાને પાઠ ભણાવવા માટે પીડિત મહિલાએ આખરે આ બનાવે ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદી નોંધાવી છે. પોલીસે નરાધમ સસરાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *