લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપના નેતા બોખલાયા, પોસ્ટ કરી આ રાજ્યના લોકોનો કર્યા બહિષ્કાર

Boycott UP: લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પરિણામો પણ સામે આવી ગયા છે. જો કે ભાજપ અને કોંગ્રેસના ધાર્યા પરિણામ ન આવતા રાજનીતિમાં હલચલ મચી ગઈ છે. કેટલાક નેતા પરિણામથી ખુશ છે તો કેટલાક નેતા પરિણામથી દુખી છે. પરિણામ જાહેર થયા બાદ નેતાઓના વિચિત્ર(Boycott UP) નિવેદન પણ સામે આવતા હોય છે. ત્યારે સુરતના એક નેતાની પોસ્ટથી સોશીયલ  મીડિયામાં રોષ જોવા મળી રહ્યો છે.

ધાર્યા પ્રમાણે ચૂંટણીનું  પરિણામ ન આવતા બોખલાયેલા એક નેતાએ સોશિયલ મીડિયા પર ભાજપના એક નેતાએ યુપી અને રાજસ્થાનવાસીઓનો આર્થિક બહિષ્કારની પોસ્ટ કરી દીધી હતી. જ્યારે કોંગ્રેસના એક નેતાએ પરિણામ બાદ ભાજપની 400 બેઠક ન આવતા એક ગાળ સાથે 400 પાર સાથે ગાળો લખી દીધી છે. નેતોની માનસિકતા જોઇને સોશિયલ મીડિયા યુઝર્સ આકરી ટીકા કરી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી
ભાજપે લોકસભાની ચૂંટણી પહેલા અબકી બાર 400 પારનો નારો આપ્યો હતો. તો બીજી તરફ કોંગ્રેસે સરકાર બનાવવા માટેનો દાવો કર્યો હતો. જો કે લોકસભાની ચૂંટણીના પરિણામ ચોંકાવનારા આવ્યા છે. જેના કારણે  ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે કરેલો દાવો સાકાર થયા ન હતા. જો કે ધાર્યા પરિણામ ન આવતા કેટલાક નેતાઓ બોખલાઈ ગયાં છે અને તેમની બોખલાહટ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. તે સુરતના લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

ધાર્યા પરિણામ ન આવતા યુપી-રાજસ્થાનીઓને કરાયા ટાર્ગેટ
તમને જણાવી દઈએ કે ભાજપના એક નેતાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, કે, યુપી વાસીઓ અને રાજસ્થાનીનો બહિષ્કાર કરી દો. ભૈયાભાઈથી ખાવાનું પીવાનું કોઈ પણ વસ્તુ લેવાનું બંધ કરી દો. જો કે આ પોસ્ટ બાદ સામાન્ય લોકો સાથે ભાજપના પણ કેટલાક કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે રાજસ્થાન અને યુપીમાં ભાજપના પક્ષમાં પરિણામ ન આવતા નેતાએ ગુજરતમાં રહેતા યુપી અને રાજસ્થાની લોકોને ટાર્ગેટ કર્યા હતા. જો કે લોકો સોશિયલ મીડિયા પર તો કોમેન્ટ કરતા કરી રહ્યાં છે કે, જો ભાજપના નેતાએ પોસ્ટ કરી છે તે મુજબ તો પાલિકાના કેટલાક રાજસ્થાની અને ઉત્તરપ્રદેશવાસી કોર્પોરેટરો છે પહેલા તેમનો વિરોધ કરવો જોઈએ.