ક્રિકેટ જગતમાં ફરી એકવાર ચાહકોને 6 બોલમાં 6 સિક્સરનો રોમાંચ જોવા મળ્યો છે. ભારતીય ક્રિકેટરે ફરી એકવાર આ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. આ ખેલાડીનું નામ છે કૃષ્ણા પાંડે(Krishna Pandey), જેણે એક જ ઓવરમાં 6 સિક્સર ફટકારી છે. આ રોમાંચ પુડુચેરી T10 ટૂર્નામેન્ટમાં જોવા મળ્યો છે.
કૃષ્ણા પાંડેએ પુડુચેરી T10 ટૂર્નામેન્ટમાં પેટ્રિઓટ્સ ટીમ તરફથી રમતા આ મોટી સિદ્ધિ મેળવી છે. તેણે રોયલ્સ ટીમના ફાસ્ટ બોલર નિતેશ ઠાકુર સામે એક ઓવરમાં 6 સિક્સર ફટકારી છે. જોકે, આ ઇનિંગ છતાં ક્રિષ્ના પોતાની ટીમને જીતાડી શક્યો ન હતો અને 4 રનથી મેચ હારી ગયો હતો.
6️⃣6️⃣6️⃣6️⃣6️⃣6️⃣
He has done the unthinkable! #KrishnaPandey shows what’s possible with his heart-stirring hits!
Watch the Pondicherry T10 Highlights, exclusively on #FanCode ? https://t.co/GMKvSZqfrR pic.twitter.com/jfafcU8qRW
— FanCode (@FanCode) June 4, 2022
વાસ્તવમાં, પેટ્રિયોટ્સની ટીમ 10 ઓવરમાં 158 રનના લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં આવી હતી. ટીમે 5 ઓવરમાં એક વિકેટે 41 રન બનાવ્યા હતા. જીતવા માટે 30 બોલમાં 117 રનની જરૂર હતી. તે સમયે સ્ટ્રાઈક પર રહેલા ક્રિષ્ના છઠ્ઠી ઓવરનો સામનો કરવા માટે ઉભા હતા. આ દરમિયાન કૃષ્ણાએ આ ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી.
આ મેચમાં રોયલ્સ ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટે 157 રન બનાવ્યા હતા. આર રઘુપતિએ 30 બોલમાં 84 રન બનાવ્યા હતા. પેટ્રિયોટ્સની ટીમ 5 વિકેટે 153 રન જ બનાવી શકી અને 4 રનથી મેચ હારી ગઈ. કૃષ્ણા પાંડેએ 19 બોલમાં 83 રનની ઇનિંગ રમી હતી. તેણે 12 સિક્સર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 436.84 હતો.
પુડુચેરી T10 લીગ કોઈ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં યુવરાજ સિંહ, હર્ષલ ગિબ્સ અને કિરોન પોલાર્ડે એક ઓવરમાં 6 સિક્સ ફટકારી છે. યુવરાજ સિંહે 2007 T20 વર્લ્ડ કપ દરમિયાન ઈંગ્લેન્ડ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. તેણે ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં સિક્સર ફટકારી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.