હેવાનિયત ની હદ થઇ! Lockdown વચ્ચે બાળકી સાથે દુષ્કર્મ કરી ફોડી નાખી બંને આંખો

Lockdown દરમિયાન પણ મધ્યપ્રદેશમાં બળાત્કાર જેવી ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી. હવે દમોહ જિલ્લામાં 6 વર્ષની માસૂમ બાળકી સાથે ન થવાનું થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે બાળકી ગુરુવાર ના રોજ ખેતરની આસપાસ બનેલા એક મકાનમાં ખૂબ ગંભીર હાલત માં મળી આવી છે.

બાળકીના હાથપગ બાંધેલી હાલતમાં હતા.એટલુજ નહિ બાળકીની બંને આંખો પણ ફોડી નાખવામાં આવી હતી.માસુમ બાળકી ને ગંભીર હાલત માં હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી છે.આ ઘટનાથી આસપાસ ના લોકો સ્તબ્ધ છે.

ઘટના વિશે મળેલી વિસ્તૃત જાણકારી અનુસાર બાળકી દુકાન પર સામાન ખરીદવા માટે ગઈ હતી.એવા સમયે જ તેને કોઈએ તેનું અપહરણ કરી લીધું અને એક સુમસાન મકાનમાં લઈ જઈ તેની સાથે ભયાનક કાંડને અંજામ આપ્યો.

જણાવવામાં આવી રહ્યું છે કે બાળકીના શરીર પર ઘણા જખમના નિશાન મળ્યા છે. ઘટનાની સૂચના મળ્યા બાદ પોલીસ વિભાગમાં હડકંપ મચ્યો છે.બાળકીને ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં તેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

પોલીસ પૂછપરછ દરમિયાન પકડાયેલા 21 વર્ષીય યુવકે ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી. સાગર ઝોનના પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ અનિલ શર્માએ જણાવ્યું હતું કે, તેની સામે 363, 366, 376, 307 (ભારતીય દંડ સંહિતાની કલમો) અને જાતીય ગુનાઓથી સંરક્ષણના બાળકોની કેટલીક કલમો (POCSO) હેઠળ ગુનો દાખલ કરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *