રક્ષાબંધન પહેલા જ ગુજરાતી ભાઈ બહેન સાથે એવી ઘટના સર્જાઈ કે જાણી તમે ચોંકી ઉઠશો

હાલમાં જ એક કિસ્સો સામે આવી રહ્યો છે. અમદાવાદના ગીતા મંદિરમાં રહેતી મહિલાએ રાત્રિનાં સમયે અચાનક જ  રાજકોટમાં રહેતા તેનાં ભાઈને ફોન કરીને રડવા લાગી…

હાલમાં જ એક કિસ્સો સામે આવી રહ્યો છે. અમદાવાદના ગીતા મંદિરમાં રહેતી મહિલાએ રાત્રિનાં સમયે અચાનક જ  રાજકોટમાં રહેતા તેનાં ભાઈને ફોન કરીને રડવા લાગી હતી. રડવાનો અવાજ સાંભળીને ભાઈ કંઈક પૂછે એ પહેલા જ ફોન તેનાં સાસુ એ લઈ લીધો ત્યારબાદ ફોન પણ કાપી નાખ્યો હતો. ત્યારપછી ભાઈએ ઘણીવાર ફોન કરવા છતાં બહેનની સાથે કંઈ વાત થઈ શકતી ન હતી.

છેવટે ભાઈએ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ  હેલ્પલાઇન નંબર 181 પર કોલ કરતા જણાવ્યું હતું કે ‘હું  રાજકોટથી છું, અને હું જલ્દી અમદાવાદ નહિ આવી શકું. તમારી ટીમ મારી બહેનના ઘરે જઈને તપાસ કરો.મારી બહેનને મારી નાખશે એવો મને ડર લાગે છે.’

આ સાંભળીને 181 ની ટીમ તુરંત જ ગીતા મંદિર વિસ્તારમાં પહોચી ગઈ હતી તથા મહિલાનું ઘર ખખડાવતા જ સસરા બહાર આવ્યા હતાં અને જણાવ્યું હતું, કે ઘરમાં કોઈપણ નથી બધા જ દવાખાને ગયા છે. 181ની ટીમે ભાઈને આ વિશે માહિતી આપી અને ભાઈએ પુરા આત્મવિશ્વાસથી જ કહ્યું હતું, કે મારી બહેન ઘરમાં જ હશે. તમે ઘરની તપાસ કરો. ત્યારબાદ 181 ની ટીમે ઘરની તપાસ કરતા જ બહેન ઘરના રૂમમાંથી મળી આવી હતી.

તેને સાસરિયા દ્વારા રૂમમાં પૂરી દેવામાં આવી હતી. મહિલાને હાથમાં કાચ પણ વાગ્યો હતો તથા લોહી પણ વહી રહ્યું હતું. મહિલાને ચક્કર આવતા હતા આની સિવાય માર પણ મારેલો હોવાનું તેણે જણાવ્યું હતું. જેનાંથી ટીમ આ મહિલા ને ઘર પર જ સારવાર આપ્યાં બાદ તાત્કાલિક જ પોલીસ સ્ટેશને લઈ ગયા હતાં. જ્યાં પોલીસ દ્વારા સાસરિયાની વિરુદ્ધ ફરિયાદ પણ લેવામાં આવી છે. રક્ષાબંધન પહેલા જ ભાઈએ બહેનની રક્ષાનું વચન 181 હેલ્પલાઇન દ્વારા નિભાવ્યું છે.

181 હેલ્પલાઇનનાં જણાવ્યાં પ્રમાણે મહિલાનાં પતિ પ્રાઇવેટ નોકરી કરે છે, અને મહિલા પર શંકા પણ રાખતા હતા. લગ્નને ઘણો સમય થયો હોવા છતાં પણ મહિલાને કોઈ બાળક ન હતું. જેનાંથી પરિવારજનો દ્વારા સતત દબાણ આપવામાં આવતું હતું. જે દિવસે ઘટના બની એ દિવસ રાત્રે જ પતિએ ઘરનો મોટો કાચ તોડીને હોબાળો મચાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *