અમદાવાદ(ગુજરાત): આજકાલ વધી રહેલા હત્યાના બનાવો દરમિયાન ફરીવાર રાજ્યમાંથી એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં અમદાવાદના દાણીલીમડામાં(Ahmedabad Dani Limda Murder) બે દિવસ પહેલાં એક યુવકની ગળુ કપાયેલી(Throat Beheaded Dead Body found from Dani olimda Ahmedabad) લાશ મળી આવવાની ઘટના સામે આવી હતી. આ મામલે હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, અગાઉના ઝઘડાની અદાવત રાખી હિસ્ટ્રીશીટરની(History sheeter) હત્યા કરવામાં આવી હતી.
આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહત્વના પુરાવાઓ પણ એકઠા કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની કસ્ટડીમાં આવેલ આરોપી મઝહર ઉર્ફે કસાઈ કુરેશી છે. મઝહરે કામ પણ કસાઈઓ જેવું જ કર્યું છે. પોતાના જ મિત્ર અને ડીઝલ ચોરીમાં સાગરીત એવા શાહરૂખ ઉર્ફે મસરી સૈયદની ગળુ કાપી હત્યા કર્યા બાદ લાશને કોથળામાં ભરી સોઢણ તલાવડીમાં નાખી દીધી હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ ધડથી અલગ થયેલું માથું પણ તલાવડીમાં નાખી પુરાવાનો નાશ પણ કર્યો હતો.
જોકે, 10 દિવસ પહેલા થયેલી હત્યા સામે આવી અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી મઝહર કસાઈની પૂછપરછ કરતા સામે આવ્યું કે, મૃતક શાહરૂખ તેના ઘરની પાસે પોતાની પ્રેમિકા સાથે બેસતો અને બિભત્સ ચેનચાળા કરતો હતો. જેથી મજહરની બહેને તેને ટોક્યો પણ હતો. આ બાબતે બંને મિત્રો વચ્ચે ઝપાઝપી અને મારામારી પણ થઈ હતી. જે વાતનો બદલો લેવા મઝહરે મૃતકને પોતાના ઘરે બોલાવી મોડી રાત્રે તેનું ગળું કાપી હત્યા નીપજાવી હતી. આ ઉપરાંત, હત્યા પહેલા બંને મિત્રોએ સાથે નશો પણ કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને તળાવમાં નાખી આરોપી ફરાર થઈ ગયો હતો.
હત્યાના ગુનામાં મઝહરની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી છે કે, જ્યારે તે શાહરુખની લાશને તળાવમાં નાખવા માટે ગયો હતો ત્યારે તેનો મોબાઇલ અને બાઇક પણ ડૂબી ગયા હતા. જેથી આરોપીએ નવો મોબાઈલ ખરીદ્યો હતો. આ કબૂલાત બાદ પોલીસ દ્વારા આરોપીના મોબાઇલ કબજે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હત્યા માટે વપરાયેલ તિક્ષ્ણ છરો અને બાઈક પણ કબજે કરવામાં આવ્યું છે. હવે એ જોવું એ રહ્યું કે, આરોપીની પૂછપરછમાં વધુ શું ખુલાસા થાય છે કે નહી!
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.