અમદાવાદ શહેરમાં ‘પતિ પત્ની ઔર વો’નો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમ કર્યા બાદ તેનો પ્રેમી પરિણીત હોવાનું સામે આવતા યુવતી આઘાતજનક સ્થિતિમાં મુકાય ગઈ હતી. વાત કઈક એમ છે કે, આ યુવતી ચારેક વર્ષ પહેલા એક યુવકના પ્રેમમાં પડી હતી. બાદમાં તે યુવક સાથે ભાગી ગઈ અને તેના ઘરે રહેવા લાગી હતી. પ્રેમીના ઘરે એક દીકરો હતો. યુવતીએ યુવકને જયારે પૂછ્યું ત્યારે તેને પહેલી પત્નીનો હોવાની જાણ કરી હતું.
ત્યારબાદમાં પ્રેમીની પહેલી પત્નીના આ બાળકને તે સાચવવા લાગી હતી. આ દરમિયાન લગ્ન માટે કહેતા પ્રેમી બહાના કાઢતો હતો. છેવટે લગ્નના બહાને મંદિરમાં લઈ જઈ ફૂલ હાર કરી આવ્યો હતો. જે ગેરકાયદે હોવા છતાંય તેના કહેવાતા પતિએ આ ખરાબ કામ કર્યું હતું. આખરે તેના પિયરમાં પરત ફરી કારણ કે માર ખાવો, યુવકની પહેલી પત્ની હોવી, બે વાર ગર્ભપાત યુવતી આ બધાથી ત્રાસીને તે ત્યાં ગઈ હતી. તેને પોતાની ભૂલનો પણ અહેસાસ થયો છે.
જોકે માતા પિતા બહેનોએ કહેતા યુવતી આ વ્યક્તિ સામે કાર્યવાહી કરવા પોલીસસ્ટેશનના ધક્કા ખાઈ રહી છે. પીડિત મહિલાનું કહેવું છે કે, તેનો કહેવાતો પતિ લગ્ને લગ્ને કુંવારો હોય તેવા કામ કરી રહ્યો છે. જયારે યુવતી તેના પિયર આવી ત્યારે પતિએ કામ કરવા આવતી યુવતી સાથે લગ્ન કર્યા હોય તે રીતે તેની સાથે રહેવા લાગ્યો છે.
યુવતીએ જણાવ્યું છે કે, તે જે બીતોશોક નામના યુવકને પ્રેમ કરતી હતી તે પરિણીત હતો અને તેનું એક બાળક પણ હતું. બે બે વાર માર મારી ગર્ભપાત કરાવતા યુવતી ગભરાઈને પિયર આવી ગઈ હતી. આ અંગે તે ચાંદખેડા પોલીસસ્ટેશનમાં પોલીસે ફરિયાદ નોંધી ન હતી. મહિલા પોલીસે માત્ર અરજી લઈને સંતોષ માન્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.