હાલમાં હનીટ્રેપનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. ત્રણ યુવતીઓ સહિત પાંચ લોકોએ યુવકને પ્રેમ જાળમાં ફસાવીને તેનું અપહરણ કર્યું અને યુવતી સાથે બળજબરીથી નગ્ન ફોટા લઇ લીધા હતા. જે બાદ એ ત્રણ યુવતીઓએ તેને નરોડા પોલીસ સ્ટેશનમાં લઇ ગઈ અને યુવક સામે બળાત્કારનો આરોપ લગાવ્યો. પરંતુ આ દરમિયાન કલોલ પોલીસ ત્યાં આવી પહોંચી અને આખો ભાંડો ફૂટ્યો હતો. ત્યાર બાદ યુવકને બચાવીને ત્રણ મહિલા સાથે પાંચ લોકોને ઝડપી પાડ્યા હતા.
જાણવા મળ્યું છે કે, આખો પ્લાન અપહ્યતની બહેનના જેઠે ઘડ્યો હતો. જેમાં ભરણપોષણનો ચાલતો કેસ પાછો ખેંચાવા અને પૈસા પડાવવા માટે યુવકને પહેલા પ્રતિક્ષા નામની યુવતીએ પ્રેમજાળમાં ફસાવીને કલોલ અંબિકાનગર બસ સ્ટેન્ડ પાસે બોલાવ્યો હતો. મૂળ બનાસકાંઠાના જાળી ગામના અને હાલ મહેસાણા ખાતે રહેતાં એક યુવક છતરાભાઈ બાળકાભાઈ રબારી જેની ઉંમર 26 વર્ષચ છે, તેમને આ અંગે કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સાટા પદ્ધતિમાં બહેનની નણંદ સાથે યુવકનાં લગ્ન થયા હતા
આ કેસ અંગે મળતી જાણકારી મુજબ, પાંચ વર્ષ પહેલાં થરાદના રાહ ગામમાં યુવકની બહેનના લગ્ન થયા હતા. જેમાં સાટા પદ્ધતિમાં બહેનની નણંદ સાથે ફરિયાદી યુવકની સગાઈ થઈ હતી. લગ્નના બે વર્ષ બાદ ફરિયાદીના સાસરી વાળા એ કાઢી મૂકતા તેઓએ કોર્ટમાં ભરણ પોષણનો કેસ કર્યો હતો. જેનો બદલો લેવા માટે યુવક સાથે આ આખું નાટક રચાયું હતું. એક ઈકો ગાડીમાં બે મહિલા આવી હતી જેમાં પ્રતિક્ષાને બેસાડીને અમદાવાદ બાજુ નીકળી હતી. જ્યારે બંને શખ્સો યુવકને જબરદસ્તી બાઈક પર બેસાડીને ઉઠાવી લઇ ગયા હતા.
ફોટા વાયરલ કરવાની ધમકી આપીને ખંડણી માંગી
ઉપરાંત યુવકે બંને શખ્સોને ક્યાં લઈ જાય છે તેમ પૂછતાં તેઓએ તેને ધમકી આપી હતી. યુવકને કહ્યું હતું કે,ભરણ પોષણનો કેસ કેમ પાછો ખેંચતા નથી, આજે તને જાનથી મારી નાંખવાનો છે. પ્રતિક્ષા અમારી સાગરીત છે અને અમે જ તને ફસાવ્યો છે. ત્યાર બાદ થોડુ આગળ જઇને તેઓએ યુવકને ગાડીમાં બેસાડી આશાના ઘરે લઈ જઈને પાંચેય લોકોએ યુવકના કપડાં કાઢ્યાં હતા.પછી યુવકને પ્રતિક્ષાના કપડાં કાઢવા માટે દબાણ કરતાં યુવકે તે મુજબ કર્ત્તા સમગ્ર ઘટનાના ફોટો પાડી વાયરલ કરવાની ધમકી આપી ઉપરાંત 5 લાખની પણ માંગણી કરી હતી.
સીસીટીવીનાં આધારે ફૂટ્યો ભાંડો
આ અંગે પોલીસ સીસીટીવીની મદદથી નરોડા પહોંચી ગઈ અને યુવક અંગે પૂછતા જાણવા મળ્યું હતું કે, ત્રણેય મહિલાઓ યુવકને નરોડા પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. ત્રણેય મહિલા યુવક સામે બળાત્કારની ફરિયાદ કરવા આવી હતી. આ દરમિયાન જ કલોલ પોલીસ ત્યાં પહોંચી ગઈ અને કલોલ પોલીસે નરોડા પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ કરીને 5 આરોપીની ધરપકડ હાથ ધરી હતી.
યુવકને કઇ રીતે ફસાવ્યો?
બંને પરિવારો વચ્ચે ચલતા વિવાદમાં 1 મહિના પહેલા જ યુવકના ફોન પર એક નંબરથી પ્રતિક્ષા નામની યુવતીનો ફોન આવ્યો હતો. ત્યાર પછી બંને વચ્ચે વાતો થવા લાગી હતી. આ દરમિયાન પ્રતિક્ષાએ પ્રેમનો એકરાર કરીને યુવકને ફસાવ્યો હતો. ત્યાર બાદ શુક્રવારે સવારે યુવક પર યુવતીનો ફોન આવ્યો હતો અને કલોલ અંબિકાનગર બસ સ્ટેન્ડ પાસે ‘આપણે આજે ગેસ્ટ હાઉસમાં જવું છે’ તેવું કહીને બોલાવ્યો હતો જેથી યુવક કલોલ સિંદબાદ હોટલ પાસેથી પોતાના ભાઈ સાથે અંબિકા બસસ્ટેન્ડ પહોંચ્યો હતો અને ત્યાંથી જ આ આખા ખેલ ની શરૂઆત થઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle