અમદાવાદ શહેરનાં બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખરમાં આજ રોજ વહેલી સવારનાં સમયે આગ લાગી હતી. એમાં મોબાઇલની 20 દુકાનો બળીને રાખ થઇ ગઇ છે. બનાવની જાણકારી મળતાની સાથે ફાયર ખાતાની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઇ હતી તેમજ અમુક જ મિનિટોમાં આગ પર કંટ્રોલ મેળવી લેવામાં આવ્યો હતો.
આ ટાવરમાં નીચે મોબાઇલ તેમજ એસેસરીઝની દુકાનો આવેલી છે. જ્યારે ઉપરની બાજુ રહેણાંક મકાનો આવેલ છે. આ આગને લીધે દોડધામ મચી ગઇ હતી. સારી વાત એ છે કે, આ આગને લીધે કોઇપણ જાનહાનીનાં સમાચાર બહાર આવ્યા નથી.
આગ ફેલાવવાનું પ્રાથમિક કારણ
એડિશનલ ચીફ ફાયર ઓફિસર, રાજેશ ભટ્ટે આ વિશે વાત કરતાં કહ્યું કે, ટાવરમાં આવેલ શોપિંગ સેન્ટરમાં આગ લાગી છે. પ્રાથમિક અનુમાન અનુસાર, આ આગ ઇલેક્ટટ્રિકલ શોર્ટ સર્કિટને લીધે લાગી અથવા ચાની એક દુકાન છે ત્યાંથી લાગી હતી. ચાની દુકાનમાં LPG ગેસ વપરાતો હતો અથવા નહીં કે બાદ ચા બનાવવા ચુલો ચાલુ હતો ત્યાંથી આગ લાગી આ બધા કારણોની તપાસ થશે. FLLને પણ કહેવામાં આવ્યું છે. તેઓ પણ તપાસ કરી રહ્યા છે.
અહીંયાની દુકાનોનાં સાઇન બોર્ડ એક્રેલિક મટિરિયલનાં હતા. એમાં આગ લાગવામાં ફાળો છે. દુકાનોની બહારનાં ભાગે નુકસાન વધારે છે પણ મહદઅંશે દુકાનની અંદરનાં ભાગે ઓછુ નુકસાન થયું છે. દુકાનો દરેક એકબીજાને અડીઅડીને છે તેમજ એક્રેલિક સાઇન બોર્ડને લીધે આગ ફટાફટ લાગી છે. ફાયર સેફ્ટીનાં સાધનો વિશે પણ તપાસ થશે. ટાવરનાં ઉપરનાં ભાગમાં આ સાધનો છે.
આ આગ વહેલી સવારનાં સમયે લાગવાને લીધે આ દુકાનોમાં મોટા ભાગનાં લોકો આવ્યા ન હતા. આ સિવાય આજ રોજ રવિવાર હોવાને લીધે પણ દુકાનોમાં લોકો હાજર ન હતા. આ આગ એટલી બધી પ્રચંડ હતી કે, આગનાં ધુમાડાનાં ગોટે ગોટા દૂર દૂર સુધી ફેલાય ગયા હતાં. આગની જાણ થતા આજુબાજુનાં વિસ્તારનાં લોકો પણ ત્યાં જોવા માટે આવ્યા હતા. એક અનુમાન મુજબ દુકાનદારોને લાખોની ભીતિ થયાનું બહાર આવ્યું છે. આગનાં સમાચાર મળતા જ દુકાન માલિકો પણ ત્યાં આવી ગયા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle