મહિલા વકીલનો ગંભીર આક્ષેપ: ‘સિનિયર વકીલે… શારીરિક અડપલા કરી ખુબ ગંદુ-ગંદુ કહ્યું…

મહિલા વકીલ સાથે કોર્ટ કંપાઉન્ડમાં સિનિયર વકીલ દ્વારા જ ખરાબ વર્તનનો મામલો સામે આવતા હોબાળો મચી ગયો છે. મહિલા વકીલે ફરિયાદ નોંધાવતા પોલીસને કહ્યું કે, ‘સિનિયર વકીલે તેમને ખરાબ શબ્દો કહ્યા અને અગાઉ કરેલ કેસ પરત નહિ લે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી શારીરિક છેડતી કરી છે. આ અંગે પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મહિલા વકીલ આજે સાંજે કોર્ટમાં ગયા હતા અને કોર્ટ શેડ ટાઇપીસ્ટ પાસે ટાઈપિંગ કરાવતા હતા. આ દરમિયાન તેમના સિનિયર વકીલ તેમની પાસે આવ્યા હતા અને ખરાબ વર્તન કર્યું હતું. મહિલા વકીલનું કહેવું છે કે, ‘આરોપી વકીલે મહિલાના શરીર પર હાથ ફેરવી ગાંડા કામ કર્યા હતા, તેમણે તરત તેનો વિરોધ કરી ધક્કો માર્યો હતો. તેમ છતાં આરોપી ફરી તેમની પાસે આવીને આ રીતે અડપલા કરતો હતો. જેથી મહિલા વકીલ ખુરશી પરથી ઉભા થઇ ગયા હતા.’

ફરિયાદ મુજબ, ‘આરોપી સિનિયર વકીલે તેમને ધમકી આપી અને કહ્યું કે, મારી ઉપર અગાઉ કરેલ બે કેસ પરત નહિ લે તો મજા નહીં આવે. તે કરેલ બંને કેસો પરત ખેંચવાનો કરાર મે કર્યો છે, તેના પર સહી કરી દે. મેં તને અગાઉ whatsapp પણ કરેલ, જે એગ્રીમેન્ટ પર પણ તે હજુ સુધી સહી કરી નથી.’

તેમણે ફરિયાદમાં નોંધાવ્યું છે કે, ‘આરોપી વકીલે તેમને ગાળો આપી અને જો કેસ પરત નહીં લે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી’. આ સિવાય કહ્યું કે, ‘જોવ છુ તું કોર્ટમાં કઈ રીતે વકીલાત કરે છે, તેવી ધમકી આપી હતી’. મહિલા વકીલે ફરિયાદમાં ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે, આરોપી આટલે ના અટક્યો તેણે, ‘તું … છે, તારો કેટલો…. બોલાય છે, અને તને ફેસબુક પર કેટલાની ઓફર આવે છે, તે મને ખબર છે તેમ કહીને જાહેરમાં બદનામી કરી હતી’.

મહિલા વકિલે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી અને પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. ત્યારે આરોપી ફરાર થઈ ગયો હતો. મહિલા દ્વારા આરોપી પર અગાઉ પણ બે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જે વાત હાલ કોર્ટમાં ચાલુ છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *