હાલમાં હત્યાના કેસોમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળ્યો છે. મોટાભાગના હત્યાના કેસો પતિ અને પત્ની વચ્ચે જોવા મળે છે. આ દરમિયાન આવો જ એક કેસ સામે આવ્યો છે જેમાં 3 દિવસ પહેલા એક પતિએ તેની પત્નીની હત્યા કરી હતી. જેમાં આજે એક નવો ખુલાસો થયો છે.
3 દિવસ પહેલા બાપુનગરની હોટલમાં થયેલી હત્યામાં થયેલા ખુલાસામાં જાણવા મળ્યું છે કે, પત્નિનુ કૌટુબિક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. તેથી પતિએ પત્નિની હત્યા કરી હતી. ત્યારબાદ પતિએ આત્મહત્યાની કોશિશ પણ કરી હતી. જોકે પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે, પતિ હત્યાના પ્લાનિંગ સાથે જ પત્નિને હોટલમાં લાવ્યો હતો.
અને હત્યા માટે છરી પણ ખરીદી હતી. બાપુનગરની હોટલ અતિથી ગેસ્ટ હાઉસમાં થયેલી પત્નિની હત્યા મામલે પોલીસ તપાસમાં નવો ખુલાસો થયો છે. આત્મહત્યાનો પ્રયાસ કરનાર પતિની સારવાર દરમિયાન પુછપરછમાં સામે આવ્યુ કે, પત્નિની પોતાના જ કૌંટુબિક યુવક સાથે પ્રેમ સંબંધ હતો.
મૃતક યોગીતા સોલંકીની અન્ય યુવક સાથેની મોબાઈલ ચેટ પણ તેના પતિ મેહુલ સોલંકીના ધ્યાને આવી હતી. જે વાતને લઈ મેહુલ દ્વારા પત્નિના પરિવારને જાણ કરવામાં આવી હતી. જોકે યોગીતા ન સમજતા પતિએ હત્યા કરી હોવાનુ સામે આવ્યુ છે. પોલીસને સારવાર હેઠળ રહેલા મેહુલની પુછપરછ કરતા સામે આવ્યુ છે કે, મેહુલ હત્યાના ઈરાદે પત્નિ યોગીતાને હોટલ અતિથીમાં લઈ ગયો હતો. જ્યાં તેને પત્નિને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ તે સમજવા માટે તૈયાર ન હતી. અને તેણે આ પ્રેમ સબંધ છોડવાની ના પાડી હતી.
જેથી મેહુલે યોગીતાની હત્યા કરી અને બાદમાં પોતે પણ છરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મેહુલ હજી પણ સારવાર હેઠળ છે જ્યાં પોલીસ પહેરા સાથે તેની સારવાર ચાલી રહી છે. આરોપી મેહુલ દ્વારા હત્યા કરવા માટે સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલ હેન્ડલુમમાંથી 108 રૂપિયામાં છરી ખરીદી હોવાનું સામે આવ્યું છે. 8 વર્ષના દાંમ્પત્ય જીવન બાદ પત્નિના જીવનમાં પર પુરુષનો પ્રવેશ થતાં આ ખુનીખેલ ખેલાયો હતો. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, પત્નિની હત્યા બાદ પતિ પણ હત્યાના ગુનામાં જેલના સળીયા પાછળ ધકેલાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.