ઉડાન ભરવા માટે પાંખની જરૂર નથી. ફક્ત ઇરાદા હોય તો ગમે તે આકાશમાં ઉડાન ભરી શકાય છે અ વાત અમદાવાદની પ્રજ્ઞાચક્ષુ કલગી રાવલે સાર્થક કરી બતાવી છે. ગુજરાતમાં નેશનલ ઓપન સ્કૂલિંગમાંથી ધોરણ 12 ની પરીક્ષામાં સૌપ્રથમ દિવ્યાંગ પરિક્ષાર્થી કલગી રાવલ બનશે.
સમગ્ર દેશમાં શરૂ થઈ રહેલી નેશનલ ઓપન સ્કૂલિંગની ધોરણ 12ની પરીક્ષા આગામી 27મી જાન્યુઆરીથી શરૂ થઇ રહી છે ત્યારે બ્લાઇન્ડ કલગી રાવલ પણ પરિક્ષા આપવાં માટે જઈ રહી છે એ પણ અંગ્રેજી માધ્યમમાં. કોરોનાકાળના 9 મહિના વખતે સામાન્ય વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા હતા.
આવા સમયમાં કલગીએ કોઈપણ શિક્ષક અથવા તો શાળા વિગર ઘરેબેઠા NIOSની અંગ્રેજી મીડિયમની પરીક્ષાની તૈયારી કરી હતી. કલગીની શૈક્ષણિક કારકિર્દીમાં કયારેય અંધ વ્યક્તિ માટેની બ્રેઇલ લિપિમા અભ્યાસ કર્યો નથી પરંતુ ટેકનોલોજીના માધ્યમથી ફોન તથા લેપટોપના ઉપયોગની સાથે પરિવારની મદદથી આગળ વધી છે.
રાજ્યમાં આવેલ બ્લાઇન્ડ સ્કુલોમા અંગ્રેજી માધ્યમનો અભ્યાસ કરાવવામાં આવતો નથી ત્યારે કલગીએ પહેલા ધોરણથી જ અંધશાળાની જગ્યાએ સામાન્ય શાળામાં નોર્મલ વિદ્યાર્થીઓની સાથે અભ્યાસ કર્યો છે તેમજ પોતાની અલગ ઓળખ ઉભી કરી બતાવી છે. આ વ્યક્તિ 22 વર્ષીય અમદાવાદી યુવતી કલગી રાવલ છે.
કલગી એક્સ્ટ્રાઓર્ડિનરી એટલા માટે છે કે, જે જન્મથી જ અંધ છે, એ વાતનો અફસોસ કર્યા વિના સામાન્ય વ્યક્તિ ન કરી શકે તેવી સિદ્ધિઓ હાંસલ કરી બતાવી છે. કલગી એટલે એક એવું વ્યક્તિત્વ કે, જેણે “અંધ હોવું એ અભિશાપ છે” તે વ્યાખ્યાને બદલી કાઢી છે.
તેણે પોતાની જાતમહેનતથી સાબિત કરી બતાવ્યું કે, દુનિયામાં કશું પણ અશક્ય નથી. લોકોનાં મનમાં એક એવી છાપ હોય છે કે અંધ વ્યક્તિ એટલે બીજા ઉપર આધારિત, બ્રેઇલલિપિથી થોડં ઘણું વાંચીને જીવન ગુજારનાર વ્યક્તિ. આ માન્યતાને ખોટી સાબિત કરી બતાવી છે કલગી રાવલે.
કલગી ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ સમજી શકે છે, આની સાથે જ તે વાત પણ કરી શકે છે તથા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયામાં પણ અપડેટ રહે છે તેમજ તે પણ બ્રેઇલલિપિની સહાય વિના. સામાન્ય બાળકોની જેમ તેમની સાથે બેસીને ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કર્યો છે. આ બધું શક્ય તેની શ્રવણ તથા સ્મરણ શક્તિને લીધે કલગી એક્સ્ટ્રાઓર્ડિનરી બની છે.
પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં બ્રેઇલલિપિને નકારી કાઢીને પડકાર ફેંક્યો :
સામાન્ય રીતે અંધ બાળકોની માટે બ્રેઇલલિપિ જ એક માત્ર સ્પોર્ટ સિસ્ટમ ગણાય છે ત્યારે પોતે 100% બ્લાઇન્ડ હોવા છતાં બ્રેઇલલિપિમાં અભ્યાસ કરવાની જગ્યાએ સામાન્ય શાળામાં અભ્યાસ કરીને સામાન્ય લોકોની સામે પડકાર ફેંક્યો છે. એના મત પ્રમાણે બ્રેઇલલિપિ શીખી અન્ય ઉપર ડિપેન્ડ રહેવા કરતાં વિશેષ કંઈ જ નથી.
બ્લાઇન્ડ હોવા છતાં સામાન્ય બાળકોની સાથે ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કર્યો :
બાળપણથી જ ચેલેન્જ એક્સેપ્ટ કરવાની ત્રેવડ ધરાવતી કલગીનાં જીવનમાં ડગલેને પગલે ચેલેન્જ હોવા છતાં હસતાં મોઢે માત આપી દે છે. શરૂઆત તેના અભ્યાસથી થઈ હતી. કલગી 5 વર્ષની હતી ત્યારે તેનાં માતા-પિતા તેને બ્લાઇન્ડ સ્કૂલમાં એડમિશન અપાવવા માટે લઈ ગયાં હતાં.
અહીંથી કલગીનાં જીવનમાં આવતા પડકારોની શરૂઆત થાય છે. કલગીને ઘાટલોડિયાની એમ.ડી.સી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નોર્મલ બાળકોની સાથે રહીને ભણવાનો મોકો મળ્યો હતો. 5મા ધોરણ સુધી કલગીએ સામાન્ય રીતે અભ્યાસ કર્યો હતો. ત્યારપછી ધોરણ 10 ડાયરેક્ટ આપવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન એણે સાઇડમાં કેટલીક એક્ટિવિટીઝમાં પોતાની જાતને પરોવવાનું શરૂ કરી દીધું હતું.
ફેક્ટ્સ અને ફિગર :
ધોરણ 10 માં ફક્ત 2 મહિનાની તૈયારીમાં સામાન્ય વિધાર્થિઓની વચ્ચે 78% સ્કોર પ્રાપ્ત કર્યો હતો. આની સાથે જ તે એક મોટિવેશનલ સ્પીકર પણ છે. અત્યાર સુધીમાં કુલ 5,000૦ લોકોને મોટિવેટ પણ કરી ચૂકી છે. ‘ચાલો ગુજરાત’ પ્રોગ્રામ હેઠળ અમેરિકામાં 10,000ની ઓડિયન્સને સંબોધી ચૂકી છે.
PM નરેન્દ્ર મોદીની સાથે પર્સનલી 3 વખત મળી ચૂકી છે. કલગીને જોઈ PM નરેન્દ્ર મોદી બોલી ઊઠયા હતા. અરે કલગી તું બહુ વર્ષે મળી હતી. વર્ષ 2015 માં દીવ કાર્નિવલમાં સલમાન ખાનના ઉડાન બેન્ડની સાથે દીવ લાઇવમાં ઇન્સ્પિરેશનલ સ્પીચ આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle