થોડા સમયથી લાંચ લેતાં હોય એવી કેટલીક ઘટનાઓને લઈ ઘટસ્ફોટ થતો હોય છે ત્યારે આવાં જ એક સમાચાર સામે આવ્યા હતાં. લાંચનાં મામલે ગુજરાત લાંચ રુશ્વત વિરોધ બ્યૂરો તરફથી એક પછી એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં આણંદમાં ASIને કુલ 50 લાખ રૂપિયાની લાંચ લેતા પકડી પાડવામાં આવ્યો હતો.
હવે આ કડીમાં ACB તરફથી ફરી એકવાર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ એક મામલતદારને કુલ 25 લાખ રૂપિયાના લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં પણ સામે આવી રહ્યું છે કે, લાંચ લેતા પકડાઈ ગયેલા મામલતદાર હાર્દિક ડામોરના પિતા પૂર્વ SP રહી ચૂક્યા છે. આની સાથે જ તેમણે ACBમાં પણ કામ કર્યું છે. આટલું જ નહીં, તેમના ભાઈ તમિલનાડુમાં IGP કક્ષાના અધિકારી છે.
ધોળકાના મામલતદાર હાર્દિક ડામોરની ઓફિસમાંથી કુલ 20 લાખ રૂપિયા કબજે કરી લેવામાં આવ્યા છે. આ કેસમાં વચેટીયાની પાસેથી પણ કુલ 5 લાખ રૂપિયા કબજે કરી લેવામાં આવ્યા છે. મળી રહેલ જાણકારી મુજબ ધોળકાના મામલતદાર હાર્દિક ડામોર તથા બીજા આરોપી જગદીશ પરમાર દ્વારા ફરિયાદી પાસેથી કુલ 75 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.
ફરિયાદીની ધોલેરા હાઈવે નજીક રૂપગઢમાં જમીન આવેલી છે. આ જમીન સંપાદન થવાની હતી પણ ફરિયાદીના દાદા તથા પિતા ખેડૂત હોવાં છતાં તેમનું નામ ખેડૂતમાંથી નીકળી ગયું હોવાને લીધે તેમણે ખેડૂત બનવા માટેની અરજી કરી હતી.આ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પ્રક્રિયા માટે મામલતદાર તરફથી કુલ 75 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. આની માટે કુલ 25 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે ફરિયાદીએ કુલ 20 લાખ રૂપિયા હાર્દિક ડામોરની ઓફિસમાં મૂકી દીધા હતા તથા કુલ 5 લાખ રૂપિયા જગદીશ પરમારને આપવામાં આવ્યા હતા.
આરોપીનાં નામ:
1. હાર્દિકભાઇ મોતીભાઈ ડામોર, મામલતદાર, મામલતદાર કચેરી ધોળકા, વર્ગ-૨, (રહેઠાણ- આકાશ બંગ્લોઝ, કલીકુંડ, ધોળકા)
2. જગદીશભાઈ જેઠાભાઈ પરમાર (ખાનગી વ્યક્તિ) (રહેઠાણ વણકરવાસ, સોનાર કુઈ, ધોળકા)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle