રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે અમદાવાદ SG હાઈવે અને ગાંધીનગરના કલોલ કોર્ટ પર હિટ એન્ડ રનની (Ahmedabad Hit and Run Accident) ઘટના બની છે. અમદાવાદના SG હાઇવે પર બેફામ કાર ચાલકે 2 સાઈકલ સવારને ટક્કર મારી હોવાનું સામે આવ્યુ છે.
અજાણ્યા કાર ચાલક દ્વારા ટક્કર મારતા ઇજાગ્રસ્ત
અમદાવાદમાં પોલીસ તંત્રના આટઆટલા પ્રયત્નો છતાં પણ ઝડપખોરો પર લગામ કસવામાં જોઇએ તેવી સફળતા મળી નથી રહી. આજરોત અમદાવાદના હાઇકોર્ટ ઓવરબ્રિજ પર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, એક મહિલા અને એક પુરૂષ હાઇકોર્ટ ઓવરબ્રિજ પરથી સાયકલ પર જઇ રહ્યા હતા. તેવામાં તેમને અજાણ્યા કાર ચાલક દ્વારા ટક્કર મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોની ઓળખ ડો. અનીસ અને ક્રિષ્ના શુક્લ તરીકે કરવામાં આવી હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે.
અમદાવાદના હાઈકોર્ટ ઓવરબ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના, બે લોકો ઈજાગ્રસ્ત#AhmedabadNews #AhmedabadHitandRun #HitandRunCase pic.twitter.com/4rQ30218Dg
— Dinesh Chaudhary (@DineshVTVNews) November 24, 2024
ઘટનાના સીસીટીવી સામે આવ્યા
ઈજાગ્રસ્તના લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના અંગે SG હાઇવે-1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તેમજ આ ઘટનાના સીસીટીવી હાલ સામે આવ્યા છે. જેમાં બે સાયકલ સવાર બ્રિજના રોડની એક તરફ સાયકલ ચલાવી રહ્યા છે. તેવામાં પાછળથી એક કાર પુર ઝડપે આવે છે. અને ડમ્પરને કટ મારીને આગળ જવા જતા બંને સાયકલ સવારને અડફેટે લઇ લે છે. આ અકસ્માત સર્જ્યા બાદ ચાલક જાણે કંઇ થયું જ ના હોય તેમ સ્થળ પરથી ગાયબ થતા સીસીટીવીમાં પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે.
કાર ચાલકની ભાળ મેળવવાની દિશામાં ચક્રોગતિમાન કર્યા
ઘટના બાદ અજાણ્યા કાર ચાલક સામે એસજી હાઈવે 1 ટ્રાફિક પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ સીસીટીવીના આધારે કાર ચાલકની ભાળ મેળવવાની દિશામાં ચક્રોગતિમાન કર્યા છે. આ મામલો સપાટી પર આવ્યા બાદ ઝડપના શોખીનો પર લગામ કસવા માટે પોલીસે વધુ મહેનત કરવી પડશે, તેવો લોકોમાં ગણગણાટ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App