અમદાવાદ(Ahmedabad): શહેરમાં દાણચોરીનો માલ લાવવા માટે મહિલા સહિત ત્રણ લોકોએ ગજબનો કીમ્યો અપનાવ્યો. પરંતુ ઇન્ટરનેશનલ એરપોર્ટ (International Airport) પર ચેકિંગ દરમ્યાન 2.6 કિલો સોના (Gold Smuggling) સાથે ત્રણ મુસાફરોની ધરપકડ કરવામાં છે. DRI અમદાવાદના અધિકારીઓ અને કસ્ટમ અધિકારીઓને બાતમી મળી હતી. જેન આધારે તપાસ કરતા સરદાર વલ્લભ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 3 મુસાફરોને અટકાવ્યા અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમ્યાન જાણવા મળ્યું કે, 20.3.2022ના રોજ દુબઈથી (Dubai) અમદાવાદ આવી રહેલ મહિલા સહિત ત્રણ શખ્સ તેમના શરીરમાં દાણચોરીનું સોનું છુપાવીને લાવી રહ્યા છે.
પોલીસ કસ્ટડીમાં પુછપરછ દરમ્યાન વધુ જાણવા મળ્યું કે, તમામ મુસાફરોએ દાણચોરીનો માલ શરીરમાં છુપાવીને દુબઈથી અમદાવાદ લાવી રહ્યા હતા. ચેકિંગ દરમ્યાન ત્રણ મુસાફરોના શરીરમાંથી પેસ્ટ સ્વરૂપમાં સોનું ધરાવતી 9 ઈંડાની સાઇઝની બ્લેક કોટેડ કેપ્સ્યુલ મળી આવી હતી. એક્સરે કરતા એક પુરુષ મુસાફરના શરીરમાં છુપાયેલી બે વધુ કેપ્સ્યુલ મળી આવી હતી.
11 કેપ્સ્યુલ્સ મળીને કુલ 1.40 કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતી 2661.800 ગ્રામની 99% શુદ્ધતાનું સોનું ભારતીય કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, ત્રણેય મુસાફરો સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટ માટે કેરિયર તરીકે કામ કરતા હતા. જે મુખ્યત્વે ચેન્નાઈથી કામ કરે છે. અધિકારીઓને શંકાને ના જાય તે માટે મુસાફરોએ જતી વખતે તામિલનાડુથી ગયા હતા અને પાછા અમદાવાદ માટે રિટર્ન ફ્લાઈટ બુક કરી. કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ તમામ મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
DRI દ્વારા અવાર-નવાર માહિતી મળતી રહે છે કે, વિદેશી મૂળના સોનાની મોટાભાગે પેસ્ટ સ્વરૂપે દાણચોરી કરવામાં આવી રહી છે. કારણ કે, મેટલ ડિટેક્ટર દ્વારા છુપાયેલા સોનાને શોધવાનું ખૂબ મુશ્કેલ છે. આ મોડસ ઓપરેન્ડી વડે સોનાના શુદ્ધ સ્વરૂપને પેસ્ટમાંથી પીગળીને અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા કાઢવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.