લુંટેરી દુલ્હન તો ઠીક હવે તો દુલ્હાઓએ આ ધંધો શરુ કર્યો, અમદાવાદની આ ઘટના જાણી હોંશ ઉડી જશે

આજકાલ લુંટેરી દુલ્હનના કિસ્સા તો તમે સાંભળ્યા જ હશે. પરંતુ, હવે તો લુટેરા દુલ્હાના કિસ્સા પણ સામે આવે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં લગ્ન કર્યા બાદ ગણતરીના દિવસોમાં જ મહિલાના દાગીના અને રૂપિયા લઈને દુલ્હો ફરાર થઇ ગયો હતો. જેને પગલે પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પડી હતી. આરોપી પ્રભજોત સિંહ પર પત્નીના દાગીના પડાવી લેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, આરોપી પ્રભજોત સિંઘ પહેલા મહિલાને પ્રેમજાળમાં ફસાવતો અને તેની સાથે લગ્ન કરી જરૂરિયાતનું નાટક કરતો હતો અને રૂપિયા લઈ છૂમંતર થવાની મોડેસ ઓપરેન્ડીથી કામ કરતો હતો. તેણે આ પ્રથમ મહિલા સાથે લગ્નનું નાટક નહિ પરંતુ, અગાઉ પણ અનેક મહિલા સાથે આવી છેતરપીંડી કરી હોવાનો ફરિયાદમાં મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

સેટેલાઈટ પોલીસ દ્વારા દાખલ મહિલાની ફરિયાદમાં પણ પ્રભજોત સિંઘ વિરુદ્ધ આરોપ લગાવ્યો છે કે, ફરિયાદીએ અગાઉના પતિ સાથે છૂટાછેડા લીધા બાદ તે સેટેલાઈટ વિસ્તારમાં પીજીમાં વર્ષ 2008થી રહેવા માટે આવી હતી. આ દરમિયાન તેનો સંપર્ક પ્રભજોત સિંઘ સાથે થયો અને ત્રણેક મહિના સુધી વાતચીત કર્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

જેથી પ્રભજોત સિંઘએ મહિલાને પોતે કુવારો હોવાંનુ જણાવીને તેની સાથે લગ્ન કરવાનું કહેતા બન્ને સહમત થયા. અને જૂન 2015માં આર્ય સમાજમાં બંનેએ લગ્ન કર્યા હતા. આ લગ્ન બાદ પણ આરોપી મહિલાને તેના ઘરે લઈને જતો ન હતો. મહિલાને પીજીમાં રાખી પૈસા ન હોવાનું બહાનું કરતો હતો. જેથી મહિલાએ તેની બચતના 35 હજાર રૂપિયા આપ્યા અને તેઓ મકાન ભાડે રાખીને રહેવા લાગ્યા હતા.

આ દરમિયાન, આરોપી મહિલાને ઘર ખર્ચના રૂપિયા આપવાને બદલે મહિલાના પૈસાથી મોજશોખ કરતો હોવાનું સામે આવ્યું છે. અને મહિલા કઈ બોલે તો તેની સાથે મારઝૂડ કરી છોડી દેવાની ધમકી આપતો હતો. પણ મહિલાને પ્રભજોત સિંઘના વર્તનથી શંકા જતા મહિલાને જાણવા મળ્યું કે, આરોપીએ અગાઉ પણ અન્ય બે યુવતી સાથે પોતે કુવારો હોવાનું કહીને લગ્ન કર્યા હતા અને રૂપિયા પણ પડાવ્યા હતા.

આ અંગે પોલીસનું માનવું છે કે, હાલ ભાડે રાખેલું મકાન છોડી આરોપી પ્રભજોત સિંઘ ફરાર થઈ ગયો છે. એટલું જ નહીં મહિલા તેના પતિને શોધવા માટે વતન પંજાબમાં પણ ગઈ હતી. પરંતુ, ત્યાં પણ તેનો કોઇ અત્તોપત્તો લાગ્યો ન હતો. જેથી સેટેલાઈટ પોલીસ દ્વારા મહિલાની ફરિયાદ આધારે વિવિધ દિશામાં આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *