અવારનવાર સોસિયલ મીડિયા પર કાળજું કંપાવી દે એવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. રૂપિયાની લાલચમાં લોકો કોઈપણ હદ વટાવી દે એવી ઘટનાઓ સામે આવતી હોય છે. રૂપિયાની લેતી દેતીમાં સબંધના ખૂન કરતા પણ લોકો સહેજ અચકાતા નથી.
આવી જ એક ઘટના અમદાવાદ જિલ્લામાં આવેલ કણભામાં જોવા મળતી છે. પૈસાની લેતીદેતીમાં દીકરાએ સાવકી માતાને ઠપકો આપતા એક સાવકી માતાએ મિત્રો સાથે મળીને દીકરાની હત્યા કરીને મૃતદેહને અવાવરૂ જગ્યાએ ફેંકી દીધો હોવાની ચોંકાવનાર ઘટના સામે આવી છે.
ગામમાં રહેતો હાર્દિક રજનીભાઇ પટેલ નામનો યુવક ગુમ થયો હોવાની જાણ પોલીસને થતા તપાસ શરૂ કરી દેતા તેની સાવકી માતા શંકાના ઘેરામાં આવી ગઈ હતી કે, જેને લીધે પોલીસે તેની ઉલટ તપાસ શરુ કરી હતી કે, જેમાં જાણવા મળ્યું કે, તેણે જ અન્ય ૩ ઈસમો સાથે મળીને હાર્દિકની હત્યા કરી દેવામાં આવી છે.
આની સાથે જ મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો હતો કે, જેમા ગઇકાલે પાસેના વિસ્તારમાંથી કોથળામાંથી મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવતા આ હત્યા કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ખુલી ગયો છે તેમજ હત્યા કરનાર સાવકી માતા ગૌરીબેન પટેલની ધરપકડ કરવામાં આવી છે.
ગૌરીબેને નાસીકથી તેમના 3 મિત્રોને બોલાવીને તથા હાર્દિકની હત્યા કરીને તેને એક કોથળામાં પેક કરીને અવાવારૂ જગ્યા પર ફેંકી દીધી હતી. 2 દીકરાને સાચવવા માટે પિતાએ બીજા લગ્ન કર્યા હતા. રજનીભાઇ પટેલની પ્રથમ પત્નિનું કુદરતી મોત નીપજ્યું હતું.
જેમાં તેમના 2 દીકરાને સાચવવા માટે તેમને 7 વર્ષ અગાઉ નાસીકમાં રહેતી ગૌરીબેન નામની મહિલા સાથે ફુલહાર કરીને લગ્ન કરી દીધા હતા. લગ્ન કર્યા પછી ગૌરીબેન રજનીભાઇ તથા 2 દીકરા હળીમળીને રહેતા હતા પણ થોડા સમય અગાઉ રજનીભાઇનું પણ મોત થયુ હતું.
ત્યારપછી માતા તથા 2 પુત્ર સાથે રહેતા હતા. સંબધીઓ પાસેથી 25 લાખ રૂપિયા લીધા હતા. હાર્દિક પટેલ તથા તેમનુ પરિવાર સુખી હોવાને લીધે ગૌરીબેને સંબધીઓ પાસેથી રૂપિયા ઉધરાવવાની શરૂઆત કરી હતી. ગૌરીબેને હાર્દિકને રૂપિયા જોઇએ છે તેમ જણાવીને સંબધીઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા હતા. હાર્કિદને આ વાતની જાણ થતાની સાથે જ તેમને ગૌરીબેનને ઠપકો આપ્યો હતો તેમજ મારા નામ પર રૂપિયા નહી ઉઘરાવવાનું જણાવ્યું હતું.
અંધારાની રાહ જોઇને બેઠેલા હત્યારાઓ અવાવારૂ જગ્યાએ લાશ ફેંકી દીધી.
ઘોળા દિવસે હાર્દિકની હત્યા કરીને તેની લાશને અવાવારૂ જગ્યા પર ફેંકી દેવા માટે હત્યારાઓએ રાત થવાની રાહ જોઇ હતી. હત્યા બાદ અંદાજીત ચાર કલાક સુધી સાવકી માતા અને હત્યારા હાર્દિકની લાશ સાથે બેઠા હતા અને જેવુ અંધારૂ થયુ તેવી તરતજ લાશને અવાવરૂ જગ્યામાં ફેંકી દીધી હતી. એક ઓળખીતા રિક્ષા ચાલક ને બોલાવ્યો હતો અને રિક્ષા માં મૃતદેહ લઈ જઈ અવાવરૂ જગ્યા એ લઈ જઈ ને આરોપી ઓ ત્યાંથી નીકળી ગયા હતા. હાલ માં પોલીસ એ મહિલા ની ધરપકડ કરી ને અન્ય આરોપી ઓને પકડવા માટે ના પ્રયત્નો શરૂ કર્યા છે.