વેવાઈ વેવાણ બાદ હવે ગર્ભવતી વહુને બહેનપણી સાથે પ્રેમ થઇ જતા પતિ મુકીને ભાગી ગઈ, જાણો ક્યાં થયું આવુ

અમદાવાદમાંથી એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. ચાંદખેડામાં રહેતી સાત મહિનાની સગર્ભા પત્ની પતિને છોડી તેની લેસ્બિયન પાર્ટનર સાથે રહેવા ચાલી જતા પતિએ પત્ની ગુમ થવા અંગે ચાંદખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી છે, જેમાં જણાવ્યું છે કે, તેની પત્ની સાત મહિનાની સગર્ભા છે. તેમનું લગ્નજીવન ઘણું સુખમય હતું, પરંતુ પત્નીને બાળપણની સખી સાથે સંબંધ (ahmedabad lesbian) હોવાથી તે તેની સાથે ભાગી ગઈ છે. ચાંદખેડા પોલીસે તપાસ કરતા તે બેંગલુરુમાં રહેતી હોવાની માહિતી આપી હતી. હાઈકોર્ટે ચાંદખેડા પોલીસને ગુમ થયેલી મહિલાને હાઇકોર્ટમાં હાજર કરવા આદેશ કર્યો છે.

પત્ની હાલ 7 મહિનાની ગર્ભવતી છે
ચાંદખેડાના એક પતિએ ગુમ થયેલી સગર્ભા પત્નીને શોધવા કરેલી હેબિયસ કોર્પસમાં રજૂઆત કરી હતી કે, 2022માં તેમનાં લગ્ન બાદ લગ્નજીવન સારું ચાલતું હતું અને પત્ની હાલ 7 મહિનાની ગર્ભવતી છે. થોડા મહિના પહેલાં તે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. તેના પિયર અને મિત્ર વર્તુળમાં તપાસ કરતાં તેની ક્યાંયથી પણ ભાળ મળી નહોતી. આથી ચાંદખેડા પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ ઘણો સમય વીતવા છતાં પોલીસ તેને શોધી શકી નહોતી.

પત્નીને બાળપણની સખી સાથે લેસ્બિયન સંબંધ છે
પતિએ કોર્ટમાં એવી માહિતી રજૂ કરી કે, તેની પત્નીને બાળપણની સખી સાથે લેસ્બિયન સંબંધ છે. તે તેની પાર્ટનર સાથે બેંગ્લુરુમાં રહેતી હોવાની બાતમી ચાંદખેડા પોલીસે તેને આપી છે. પોલીસે ઇન્સ્ટાગ્રામ પર તેનું નિવેદન નોંધ્યું હોવાની અને નિવેદનમાં પત્નીએ પતિ પાસે પાછા આવવાની અનિચ્છા દર્શાવી છે. બીજી તરફ પત્નીએ પોતે અમદાવાદના અનેક વિસ્તારમાં ફરતી હોવાના ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે. ખરેખર પત્ની બેંગ્લુરુમાં છે કે અમદાવાદમાં તે અંગે તપાસ કરી યુવતીને કોર્ટમાં હાજર કરવા આદેશ કર્યો છે.