હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. એવામાં ઘણી એવી ઘટનાઓ સામે આવી રહી છે , કે જેનાથી આપણું હ્રદય ધ્રુજી ઊઠે છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ક્રોધમાં આવી એક પુત્રએ પોતાની જ માતાની હત્યા કરી નાખી છે. જેમાં અમદાવાદના વેજલપુરમાં માતાએ તેના પુત્રને દસ હજાર રૂપિયા ન આપવા બદલ પુત્રએ ઘરમાં તોડફોડ કરીને માતાને માર માર્યો હતો. ત્યારબાદ ઘરમાં તૂચેલાં કાચ પર માતાનો હાથ પકડીને ધસેડ્યા હતા.
આ દરમિયાન તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. આથી તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં સગી બહેન દ્વારા સગા ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ગુજરાતમાં આવેલ અમદાવાદના જલપુર વિસ્તારમાં રહેતી ચૈતાલી નામની યુવતીના પતિનું ત્રણ મહિના અગાઉ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.
અત્રે ઉલેખનીય છે કે, તેના પિતાનું પણ થોડા સમય પહેલાં બીમારીથી મોત નીપજ્યું હતું. આથી ચૈતાલીના માતા અને ભાઈ બંને એકલા રહેતા હતા. રવિવારે ચૈતાલીને તેની માતાના પાડોશીએ ફોન કરીને જાણ કરી કે, તારો ભાઈ જીગર તારી માતાને ફટકારે છે. જેથી ચૈતાલી તાત્કાલિક ત્યાં આવી પહોંચી હતી.
તે વખતે ચૈતાલીને જાણવા મળ્યું કે, જીગરે સવારે તેની માતા મધુ પાસે દસ હજાર માગ્યા હતા. ત્યારબાદ તેણે ફરીથી બીજા દસ હજારની માંગણી કરતાં માતાએ પૈસા ન હોવાથી ના પાડી હતી. જેથી જિગરે માતા સાથે ઝઘડો કર્યો અને ઘરનું ફર્નિચર તેમજ બારીના કાચ લોખંડની પાઈપથી તોડવા લાગ્યો હતો. ત્યારબાદ જીગરે માતાને પણ લોખંડની પાઈપના ચાર ફટકા માર્યા હતા. આ દરમિયાન બહેન માતાને બચાવવા વચ્ચે પડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle