અમદાવાદી યુવકને મોડલ છોકરી સાથે ફ્રેન્ડશીપ કરવી એટલી મોંઘી પડી કે… સમગ્ર ઘટના જાણી તમે પણ ચોંકી ઉઠશો

સોશિયલ મીડિયામાં કોઇ પણ અજાણી યુવતીની સાથે ચેંટીગ કરતા યુવકો માટે ચેતવણી રૂપ બનાવો સામે આવ્યો છે. કોઈ પણ અજાણી યુવતી સાથે ચેંટીગ કરતા અગાઉ 10 વાર વિચાર કરજો કે, ક્યાંક તમે હનીટ્રેપનો શિકાર નથી બન્યા ને. તે સમયે વધારે એક બનાવ નવાનરોડા ખાતે બન્યો છે. યુવકનાં પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપ તેમજ બ્લેકમેઇલની ફરિયાદ કરતા યુવતીએ પણ યુવક સામે બળાત્કારની ફરિયાદ કરી છે.

કૃષ્ણનગર વિસ્તારમાં રહેતો તેમજ ગારમેન્ટનો ધંધો કરતો યુવક કેનેડા એરલાઇન્સ એવીએશનનો અભ્યાસ કરવા કેનેડા દેશ ગયો હતો. જ્યા ઇન્સ્ટાગ્રામમાં તેનો સંપર્ક નવાં નરોડા ખાતે રહેતી યુવતીની સાથે થયો હતો. બંને જણા ઇન્સ્ટાગ્રામમાં પર પણ ચેંટીગ કરતા હતા. જો કે, યુવકની માંની તબીયત બગડતા તે કેનેડાથી અમદાવાદ આવવા માટે નીકળ્યો હતો. જ્યાં દુબઇમાં 10 કલાક ફ્લાઇટ રોકાઇ ગઈ હતી.

યુવતી પણ દુબઇમાં ફરવા ગઇ હોવાનાં લીધે બંને જણાની અગાઉ મુલાકાત દુબઇમાં થઇ હતી તેમજ એ પછી તેઓ જુદા જુદા સમયે અમદાવાદ શહેર આવી ગયા હતા. લોકડાઉન આવ્યા પછી બંને જણા ફોન પર વાત કરતા હતા તેમજ પછી તેમને મળવાનું ચાલુ થયું હતું બંને વચ્ચે પ્રેમ થઇ જતાં તેમને બન્ને એ શારિરીક સંબધ પણ બાંધ્યા હતા.

બન્નેમાં અણબનાવ થતાં યુવતીની માતા દ્વારા યુવકને ઘરે બોલાવવામાં આવ્યો હતો તેમજ જ્યા તેને ધમકી આપી હતી કે, તારા પિતા 10 લાખ રુપિયા આપશે તો તમારા સામે કોઇ કાર્યવાહી નહિ કરીએ. યુવકે તેનાં ભાઇ તેમજ પિતાને યુવતીનાં ઘરે બોલાવ્યા હતાં. જ્યા તેમની સાથે પણ 10 લાખ રૂપિયાની માંગણી યુવતીની માંએ કરી હતી. જો કે, રૂપિયાનો બંદોબસ્ત ન થતા તેમને પાછી મીટીંગ કરી હતી એમાં યુવતીની માંએ પાછી 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી તેમજ કેસ કરવા માટેની ધમકી આપી હતી.

યુવતીની માતાનાં બ્લાકમેઇલીગથી કંટાળીને છેવટે યુવકનાં પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે યુવતીએ પણ આ યુવકની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આક્ષેપ લગાવ્યો છે કે, આ યુવક એ તેને લગ્નની લાલચ આપીને તેને ઘણી વાર બહાર ફરવા લઈ જતો. તેમજ ચાંદખેડાની એક હોટલમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *