અમદાવાદીઓ માટે રાહતના સમાચાર: હવે ટ્રાફિક પોલીસ નહિ વસુલી શકે દંડ- જાણો શું છે નવો પ્લાન

ટ્રાફિક પોલીસ દ્વારા ઉઘરાવવાં આવતા દંડથી લગભગ બધા જ વાહનચાલકો પરેશાન હોય છે અને ડરતા હોય છે. હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ એક નવો પાયલોટ પ્રોજેક્ટ…

ટ્રાફિક પોલીસ દ્વારા ઉઘરાવવાં આવતા દંડથી લગભગ બધા જ વાહનચાલકો પરેશાન હોય છે અને ડરતા હોય છે. હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ એક નવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેના વિશે જાણીને અમદાવાદના વાહનચાલકોને થશે મોટી રાહત થશે.

ગુજરાત રાજ્યમાં ટ્રાફિક પોલીસ દ્વારા ઉઘરાવવાં આવી રહેલા દંડથી લગભગ મોટાભાગના વાહનચાલકો ડરતા હોય છે. બધા પાસે કદાચ એકાદ એવું કારણ તો હોય જ છે જે ટ્રાફિકના નિયમોનો ભંગ થાય અને તેના માટે દંડ ભરવાની હાલત થઈ જાય છે. જેમાંથી અમદાવાદવાસીઓ પણ આમાંથી બાકાત રહ્યા નથી. અમદાવાદમાં ટ્રાફીકના નિયમોનું ચુસ્તપણે પાલન થાય એ માટે સીસીટીવી અને પોલીસ કર્મી જેવી કડક સુવિધાઓ પણ છે અને તેમ છતાં પણ હવે ટ્રાફિક પોલીસ એક એવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે જેના વિશે જાણીને અમદાવાદના વાહનચાલકોને રાહત થશે.

વાહનચાલકો પાસેથી દંડ ઉઘરાવવામાં નહિ આવે:
અમદાવાદ શહેરના રિંગરોડ પર ટ્રાફિક પોલીસનો નવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રિંગરોડ પર વાહનચાલકો પાસેથી દંડ વસુલવામાં નહિ આવે સાથે સાથે રિંગ રોડ પર માત્ર ગંભીર બેદરકારીથી વાહન ચલાવનાર લોકો પર કાયદેસરની નજર રાખવામાં આવશે. આ ઉપરાંત બેદરકાર ચાલકો માટે ઈન્ટર સેપ્ટર કારથી સુપરવિઝન શરુ કરવામાં આવશે.

સમસ્યાના નિવારણ પર ધ્યાન આપવામાં આવશે:
હવે અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને સરળ-ઝડપી બનાવવા માટે અમદાવાદ પોલીસ ધ્યાન કેન્દ્રીત કરશે. દંડ ઉઘરાવવા કરતાં આ મહત્વની બાબતો પર ધ્યાન આપવાનું કદમ લોકોના હિતમાં રહેશે. હવે ટ્રાફિક પોલીસને પણ રિંગરોડ પર પોઈન્ટ ફાળવવામાં આવશે નહિ. જેને કારણે વાહનચાલકોને તો ફાયદો થશે જ પણ એનો અર્થ એ પણ નથી કે ચાલકો બેફામ વાહનો ચલાવવા લાગે કે બેદરકારી દાખવે. આ ખરેખર વાહનવ્યવહાર ઝડપી બનાવવા માટેનો ટ્રાફિક વિભાગનો પ્રયોગ માત્ર છે. જેના ઉપરથી આગામી સમયમા નિર્ણયો લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *