સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતના અમદાવાદમાંથી સામે આવી છે.
ગુજરાતમાં આવેલ અમદાવાદમાંથી અવારનવાર આવી ઘટના સામે આવતી હોય છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ પોતાના શાળા સંચાલક સામે ફરિયાદ કરી છે અને જેમાં છેડતીનો આરોપ લાગ્યો છે. મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પોલોસ સ્ટેશનમાં મહિલા શિક્ષિકાએ ફરિયાદ આપી હતી કે, તે અમરાઈવાડી વિસ્તારમાં ખાનગી શાળામાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરે છે અને તેમના શાળા સંચાલક તેમને લવશીપ કરવા દબાણ કરી રહ્યાં હતાં. સાથે સાથે ફોન પર વોટ્સએપ કરી પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરી રહ્યાં હતા. જેના કારણે તે હેરાન પરેશાન કરી રહ્યાં છે.
મહિલા શિક્ષિકાએ જણાવ્યું હતું કે, ગત 5 જુલાઈના રોજ રાત્રીના આઠ વાગ્યે આરોપી શાળા સંચાલક તેમના ઘરે જઈ કહેવા લાગેલ કે તારો મોબાઈલ ચેક કરવો છે. તું કોની-કોની સાથે વાત કરે છે. મહિલાએ ફોન ચેક કરવાની ના પાડતા આરોપીએ લાત અને ધક્કો મારી સોફા ઉપર પછાડી હતી અને તેને ચુંબન કર્યું હતું. આ પછી મહિલાના ગાલ ઉપર બચકા ભરી ફરાર થઈ ગયો હતો.
આ ઘટના બાદ મહિલાએ તાત્કાલિક રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી અને મહિલાના ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી અને આરોપીની ધરપકડ કરી લીધી છે. રામોલના પીઆઈ એસ.કે દવેએ કહ્યું હતું કે આ મામલે અમે ગંભીરતાથી લઈ કાર્યવાહી કરી છે અને આરોપી સામે વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news