થોડા દિવસ બાદ ચુંટણીનું આયોજન થવાં માટે જઈ રહ્યું છે ત્યારે હાલમાં એક જાણકારી સામે આવી છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓ સતર્ક થઈ ગઈ છે. આ વર્ષની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીને લઈ એક અગત્યનાં સમાચાર સામે આવ્યા છે.
આગામી ફેબ્રુઆરી માસમાં અસદ્દુદીન ઔવેસી ગુજરાત આવશે. 4 ફેબ્રુઆરીનાં રોજ અમદાવાદમાં એક સભાનું આયોજન થાય એવી સંભાવના પણ રહેલી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AIMIMની એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે ગુજરાતમાં BTPની સાથે AIMIMIનું ગઠબંધન કર્યું છે.
ઓવૈસી અમદાવાદ તથા ભરૂચમાં ચૂંટણી પ્રચાર કરે તેવી જાણકારી મળી રહી છે. આની સાથે જ ભરૂચમાં BTPના છોટુ વસાવાની સાથે બેઠક કરશે. 20 જાન્યુઆરીનાં રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની છે. આની પહેલાં જ સ્થાનિક રાજનીતિમાં ઓવૈસીની એન્ટ્રીથી ગરમાવો આવી ગયો છે.
ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શંકરસિંહ વાઘેલાની પ્રજા શક્તિ પાર્ટી તથા છોટુ વસાવાની BTP સાથે હવે ઓવૈસીની પાર્ટીની પણ એન્ટ્રી થવા માટે થઇ રહી છે કે, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડીને ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરશે.
ગુજરાતના રાજકારણમાં અસદ્દદ્દીન ઓવૈસીની એન્ટ્રી થવા માટે થઇ રહી છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તૈહાદુલ મુસ્લિમીનના વડા ઓવૈસી ગુજરાતના રાજકરણમાં ઝપલાવવા માટે તૈયાર થઇ ગયા છે. આની માટે તેઓ BTP તથા AIMIM ની વચ્ચે ગઠબંધન કરશે.
ભારતીય ટ્રાયબલ પાર્ટીના વડા છોટુ વસાવાએ ટ્વીટ કરીને આ અંગેની જાણ કરી છે. જેમાં છોટુ વસાવાએ જણાવ્યું છે કે, આગામી ચૂંટણીની સાથે લડીશુ તેમજ મળીને સંવિધાનને બચાવવાનું કામ કરીશું. AIMIMના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે 19 જાન્યુઆરીએ ટ્વીટ કરીને ઓવૈસી કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલાની નિમણૂક કરી ચૂક્યા છે.
હવે રાજ્યમાં ઓવૈસીની પાર્ટી AIMIMના સત્તાવાર પ્રવેશની સાથે જાહેરાત કરવામાં આવી છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ઓવૈસી પ્રચાર માટે અમદાવાદ આવશે તેમજ સભાઓ ગજવશે તેવા વાવડ મળી રહ્યાં છે. તેઓ ગુજરાતમાં છોટુ વસાવાની સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle