Air India ની બેદરકારી! એરપોર્ટ પર વ્હીલચેર ન મળવાને કારણે પડી ગઈ 82 વર્ષની વૃદ્ધ મહિલા, આઈસીયુમાં દાખલ

Air India’s negligence: દિલ્હી એરપોર્ટ પર એક 82 વર્ષની મહિલા પડવાને કારણે ગંભીર રૂપે ઘાયલ થઈ હોવાનો મામલો હવે જોર પકડી રહ્યો છે. એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે (Air India’s negligence) એરલાઇન કંપનીની બેદરકારીને કારણે તેની 82 વર્ષની દાદીને ઇજાઓ પહોંચી અને તેને આઇસીયુમાં દાખલ કરવી પડી હતી. મહિલાનું કહેવું છે કે એર ઇન્ડિયા એ પહેલેથી બુક કરાવવામાં આવેલી વ્હીલચેર છે, જે આપી ન હતી. જેના કારણે તેની દાદીને પગપાળા ચાલવું પડ્યું અને ચાલતા ચાલતા તે પડી ગઈ હતી.

સોશિયલ મીડિયા પર દર્દ છલકાયું
પારુલ કવાર નામની મહિલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી એર ઇન્ડિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે જણાવ્યું હતું કે તેની દાદી જે એક શહીદ લેફ્ટનન્ટ જનરલ વિધવા છે, ચાર માર્ચના રોજ દિલ્હીથી બેંગ્લોર માટે યાત્રા કરી રહી હતી. તેના માટે પહેલેથી વ્હીલચેર બુક કરવામાં આવી હતી, જેની એરલાઇન દ્વારા પુષ્ટિ પણ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે તે એરપોર્ટ પહોંચી તો તમને વ્હીલચેર આપવામાં આવી ન હતી.

પગપાળા ચાલવા મજબૂર થઈ વૃદ્ધ મહિલા
પરિવારએ એર ઇન્ડિયા સ્ટાફ, એરપોર્ટ હેલ્પ ડેસ્ક અને ત્યાં સુધી કે indigo ના કર્મચારીઓ પાસે પણ મદદ માંગી, પરંતુ કોઈએ મદદ ન કરી હતી. ત્યાં સુધી કે ઈન્ડિગો પાસે વધારાની વ્હીલચેર હતી, તેમ છતાં તેને આપવાનો ઇનકાર કર્યો હતો.

કોઈ અન્ય ઓપ્શન ન હોવાને કારણે 82 વર્ષની વૃદ્ધ મહિલાએ પાર્કિંગથી ટર્મિનલ-3 સુધી પગપાળા ચાલવું પડ્યું. આ દરમિયાન થાકને કારણે તેના પગે જવાબ આપી દીધો અને એર ઇન્ડિયાના પ્રીમિયમ ઇકોનોમી કાઉન્ટર સામે પડી ગઈ હતી. આ દરમિયાન કોઈપણ સ્ટાફ તેની મદદ માટે આગળ આવ્યો ન હતો. પરિવારની વિનંતી છતાં એરલાઇનએ ફર્સ્ટ એડની કોઈ વ્યવસ્થા ન કરી હતી.

ખૂબ મહેનત બાદ જ્યારે વ્હીલચેર આવી તો એરલાઇન કંપનીએ કોઈ મેડિકલ તપાસ વગર મહિલાને ફ્લાઈટમાં ચડાવી દીધી હતી. આ દરમિયાન તેના હોઠમાંથી લોહી વહી રહ્યું હતું, તેમ જ માથા પર અને નાક પર પણ ઈજા પહોંચી હતી. ફ્લાઈટ કૃએ બેંગ્લોર એરપોર્ટ પર મેડિકલ મદદ માટે ફોન કર્યો, જ્યાં ડોક્ટરોએ મહિલાને બે ટાંકા લગાવ્યા હતા.

મહિલાની પૌત્રીએ કરી ફરિયાદ
પરિવારે ડીજીસીએ અને એર ઇન્ડિયામાં ફરિયાદ નોંધાવી છે અને હવે યોગ્ય કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે. સોશિયલ મીડિયા પર મામલો વાયરલ થયા બાદ એર ઇન્ડિયાએ પણ પક્ષ રાખ્યો હતો. એર ઇન્ડિયાએ આ મામલે તપાસ બાદ કહ્યું કે તેમને આ ઘટના પર પૂરી સહાનુભૂતિ છે અને તે મહિલા જલ્દીથી સ્વસ્થ થઈ જાય તેવી કામના કરે છે. પરંતુ સોશિયલ મીડિયા પર લગાવવામાં આવેલ કેટલાક આરોપો સાચા નથી.